Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત અહીં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
ગાંધીનગર, ડાંગ, અમદાવાદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે.
Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, ડાંગ, અમદાવાદ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે.
હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
આગામી 24 કલાક કયાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે, કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદનો પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. જામનગર, દ્વારકા ,સોમનાથ મોરબી રાજકોટ, પોરબંદરમાં અમરેલી,સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ સહિત ભારે વરસાદની આગાહી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા ,મહેસાણા,મોડાસા હિંમતનગર સહિત ભારે વરસાદનો અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જો કે બે દિવસ બાદ વરસાદનુ જોર ઘટી શકે છે.
શું કહ્યું અંબાલાલ પટેલે
અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, ધીમેધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મહેસાણા, જોટાણામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.
Join Our Official Telegram Channel: