શોધખોળ કરો

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

Gujarat Rain Update: ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ ગંભીર બની છે. સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ રહી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ભારે વરસાદથી પૂર, જનજીવન ઠપ્પ; સેના તૈનાત.
  • રાજ્યના ૧૪ ડેમ છલકાયા, ૨૧ ડેમ હાઈએલર્ટ પર મૂકાયા.
  • બચાવ માટે સેના, NDRF, SDRFની ટીમો રાજ્યભરમાં તૈનાત.
  • વરસાદથી ૩૮૨ ST બસ રૂટ, ૧૩૦૯ ટ્રીપ રદ કરાઈ.

Gujarat Rain Update: ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ ગંભીર બની છે. સતત વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની મબલખ આવક થઈ રહી છે, તો બીજી તરફ વાહનવ્યવહાર અને સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે સેના (Army), NDRF અને SDRFની ટીમોને મેદાનમાં ઉતારી દીધી છે.

ડેમ અને જળાશયોની સ્થિતિ: 14 ડેમ છલકાયા

રાજ્યમાં ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે અને જળાશયોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે:

  • હાઈએલર્ટ પર ડેમ: રાજ્યના 21 ડેમ હાઈએલર્ટ પર, 4 ડેમ એલર્ટ પર અને 14 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
  • જળસ્તરની ટકાવારી:
  1. 100% ભરાયેલા: 14 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે.
  2. 70% થી 100%: 25 ડેમ
  3. 50% થી 70%: 27 ડેમ
  4. 25% થી 50%: 55 ડેમ
  5. 25% થી નીચે: 85 ડેમ ભરાયેલા છે.

આ પણ વાંચો...Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

રેસ્ક્યૂ ઓપરેશન: આર્મી, NDRF અને SDRF મોરચે

પૂર અને આપાતકાલીન સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં આર્મીની 5, SDRFની 33 અને NDRFની 17 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

  • અમદાવાદ: આર્મીની 3 અને NDRFની 3 ટીમો.
  • નવસારી: NDRFની 3, SDRFની 3 અને આર્મીની 2 ટીમો.
  • સુરત: SDRFની 4 અને NDRFની 1 ટીમ.
  • વાવ-થરાદ: NDRFની 2 ટીમો.
  • વલસાડ અને બનાસકાંઠા: બંને જગ્યાએ NDRFની 1-1 અને SDRFની 1-1 ટીમ.
  • પંચમહાલ અને તાપી: SDRFની 2-2 ટીમો.
  • અન્ય જિલ્લાઓ: અમરેલી, દ્વારકા, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને પાટણમાં NDRFની 1-1 ટીમ જ્યારે આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જામનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, મોરબી, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, ડાંગ અને વડોદરામાં SDRFની 1-1 ટીમ તૈનાત રખાઈ છે.

વાહનવ્યવહાર ઠપ્પ: ST બસના 382 રૂટ બંધ, 1309 ટ્રીપ કેન્સલ

રસ્તાઓ પર પાણી ભરાવા અને માર્ગો ધોવાઈ જવાના કારણે એસટી બસ વ્યવહારને માઠી અસર પહોંચી છે. 26 જુલાઈના રોજ સવારે 9:00 વાગ્યા સુધીના આંકડા મુજબ:

  • પૂરની સ્થિતિના કારણે કુલ 436 રૂટ બંધ થયા હતા, જેમાંથી સ્થિતિ સુધરતાં 54 રૂટ પૂર્વવત કરવામાં આવ્યા છે.
  • હાલમાં રાજ્યમાં 382 રૂટ બંધ છે અને 1,309 ટ્રીપ રદ (Cancel) કરવામાં આવી છે.

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ:

  • અમદાવાદ: 179 રૂટ બંધ, 670 ટ્રીપ કેન્સલ.
  • ભુજ: 48 રૂટ બંધ, 39 ટ્રીપ કેન્સલ.
  • મહેસાણા: 32 રૂટ બંધ, 106 ટ્રીપ કેન્સલ.
  • નડિયાદ: 20 રૂટ બંધ, 57 ટ્રીપ કેન્સલ.
  • પાટણ: 16 રૂટ બંધ, 58 ટ્રીપ કેન્સલ.
  • ભરૂચ: 13 રૂટ બંધ, 89 ટ્રીપ કેન્સલ.
  • ગાંધીનગર: 11 રૂટ બંધ, 25 ટ્રીપ કેન્સલ.

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદના કારણે શું પરિસ્થિતિ છે અને મદદ માટે કઈ ટીમો તૈનાત કરાઈ છે?

ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિ છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે સેના, NDRF અને SDRFની ટીમોને મેદાનમાં ઉતારી છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે કેટલા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે?

રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 14 ડેમ 100% ભરાઈ ગયા છે. આ ઉપરાંત, 21 ડેમ હાઈએલર્ટ પર અને 14 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

ભારે વરસાદને કારણે ગુજરાતમાં ST બસ સેવાઓ પર શું અસર થઈ છે?

ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે 382 ST બસ રૂટ બંધ છે અને 1,309 ટ્રીપ રદ કરવામાં આવી છે. અમદાવાદમાં સૌથી વધુ 179 રૂટ બંધ છે.

ગુજરાતમાં NDRF અને SDRFની કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે?

પૂર અને આપાતકાલીન સ્થિતિ માટે NDRFની 17 ટીમો અને SDRFની 33 ટીમો રાજ્યભરમાં તૈનાત કરવામાં આવી છે. આર્મીની 5 ટીમો પણ મદદ માટે તૈનાત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Advertisement

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget