શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પુલવામા હુમલાના ઘેરા પ્રત્યાઘાત, દુકાનો સ્વયંભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાજંલિ આપી
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહિદ થયાને પગલે સમગ્ર દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે.લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાવા આજે ગુજરાતમાં અનેક શહેરોમાં બજારો સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, પાટણ, બનાકાંઠા સહિત અનેક જિલ્લામાં વેપારીઓએ માર્કેટમાં બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરના સોની, કાપડ, ફ્રૂટ બજાર આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે જવાનો પર થયેલાં હુમલાના બનાવને શહેરના વેપારીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢીને માર્કેટ સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઈ છે. સુરતની 165 કાપડ માર્કેટની 70થી 75 હજાર દુકાન બંધ રહેશે તથા ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના 3500 ટ્રકના પૈડા થંભી જશે.
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીના વેપારીઓ દ્વારા પણ આજે બજારો સ્વયંભૂ સજ્જડ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. શામળાજી બાદ બાયડ, સાઠંબા, ભિલોડા, મોડાસામાં બંધની અસર જોવા મળી રહી છે. શામળાજી બજાર વેપારીઓમાં પણ પાકિસ્તાન ની આ નાપાક હરકત સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને દેશના વડા પ્રધાન દ્વારા આ માટે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાય તેવી માંગ કરી હતી. પાટણના સાંતલપુરના વારાહી વેપારીઓએ વેપાર બંધ રાખી શ્રદ્ધાંજલિ આપી.
વડોદરાના હાથીખાના અનાજ માર્કેટમાં પણ 250 વેપારીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આજે તમામ વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડી ને પોતાનો વિરોધ દર્શાવ્યો છે સરકાર પાકિસ્તાન અને આંતકવાદના વિરૂદ્ધ કડક હાથે પગલા લે તેવી માંગ સાથે આજે બંધ પાડવામાં આવ્યો છે.
દિલ્હી પાલમ એરપોર્ટ પર PM મોદી અને રાહુલ ગાંધીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
આતંકી હુમલોઃ ઘરબેઠા તમે પણ આ રીતે સુરક્ષા દળોને કરી શકો છો મદદ, જાણો વિગતે
સુરેન્દ્રનગર, રતનપર ,જોરવનગર વઢવાણ જોડીયા શહેરોએ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપવા માટે વેપારીઓ સ્વૈરિછક બંધ મા જોડાયા છે. જુનાગઢમાં પણ ભેંસાણ ગામ બંધ પાળ્યો છે અને સ્થાનીક લૉકૉ એ પાકીસ્તાનનો ધ્વજ બાળીને આંતકવાદનૉ વીરોધ કર્યો.
શહીદ પરિવાર માટે ગુજરાત કોંગ્રેસના કયા MLAએ 1 મહિનાનો પગાર આપશે, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion