શોધખોળ કરો

ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષાની તારીખો કરી જાહેર, જાણો વિગત

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા 6 જૂલાઇથી શરૂ થશે.બીએ,બીકોમ,બીએસસી,બીએડ,બીબીએ,બીસીએના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા 6 જૂલાઇથી શરૂ થશે. બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા યોજાશે. આ પરીક્ષા અમદાવાદ અને બહારગામના ૧૫૦ કેન્દ્રો પર યોજવામાં આવશે. ૨૫ હજાર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા ન આપી હોય તેવા વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.

તે સિવાય GUJCET 2021 પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. GUJCET 2021 પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 30-06-2021 હતી અને તે વધારીને 04-07-2021 કરવામાં આવી છે. સૂત્રોના મતે ધોરણ 12 પછી મેડિકલમાં પ્રવેશ ફક્ત નીટના આધારે થશે. ડેન્ટલ , આયુર્વેદ , હોમિયોપેથી આ કોર્સમાં એડમિશન સંપૂર્ણ નીટ પરીક્ષાના માર્ક્સના આધારે થશે. પેરા મેડિકલમાં એડમિશન ધોરણ 12 અને ગુજકેટ ના કંબાઈન્ડ મેરીટના આધારે મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ માટેની સેન્ટ્રલ કોલેજ જેમ કે આઈઆઈટી, એનઆઇટી, આઇઆઇઆઇટી તેમાં એડમિશન ફક્ત જેઇઇ ના આધારે મળશે. જ્યારે બાકીની એન્જિનિયરિંગ કોલેજમાં ગુજકેટ અને ધોરણ 12ના માર્ક્સના આધારે બનેલા મેરીટના આધારે મળશે. ગુજકેટ અને ધોરણ 12 ના આધારે મળનારા એડમિશનમાં ગુજકેટ અને ધોરણ 12ના માર્કસનો રેશિયો કેટલો હશે તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં રાજ્યમાં સૌથી સારુ પરિણામ સુરત શહેરનું આવ્યું છે. સુરત શહેરમાં 84 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઈન આંતરીક પરીક્ષા આપી હતી.જેના ગુણનો સમાવેશ કરી પરિણામ જાહેર કરાયા છે.સુરતમાં રેકોર્ડબ્રેક 2991 વિદ્યાર્થીઓ ને A-1 ગ્રેડ આવ્યા છે. જોકે, સુરતમાં કેટલાક વિદ્યાર્થીઓ માસ પ્રમોશનના કારણે નાખુશ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, હવે ધોરણ 11 અને 12 સાયન્સમાં વધુ મહેનત કરી પરિણામ લાવીશું. રાજકોટમાં પટેલ કોમ્પ્યુટર દ્ધારા CCCના પરીક્ષા વિના સર્ટીફીકેટ આપવા મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે કેટલાક દસ્તાવેજો કબજે કર્યા હતા. દસ્તાવેજોની ચકાસણી બાદ કાર્યવાહી થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

ABP Premium

વિડિઓઝ

GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગે આ ભરતી કરી રદ્દRajkot Dog Attack : રાજકોટમાં 4 શ્વાને હુમલો કરતા યુવકનું મોત, જુઓ અહેવાલKutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાGir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
રેશન કાર્ડ માટે લાઈનમાં ઉભવાની ઝંઝટ છોડો, આ રીતે ઘરે બેઠા ફટાફટ થઈ જશે E-KYC

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

મનમોહન સિંહની અંતિમ યાત્રામાં કોઇપણ કોંગ્રેસીના સામેલ ના થવાનો દાવો ખોટો છે

'દિલ્હીમાં પૂજારીઓને દર મહિને મળશે 18,000 રૂપિયા', -અરવિંદ કેજરીવાલનું મોટુ એલાન

Embed widget