Gujarat Weather: ગરમીમાં શેકાવા રહો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
પવનની દિશા બદલાતાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. આજે અને આવતીકાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે.
Gujarat Weather Update: રાજ્યમાં હાલ તાપમાન ઘટ્યું છે, મહત્તમ તાપમાન ઘટતાં ગરમીના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે. આગામી 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની દિશા બદલાતાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. આજે અને આવતીકાલે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે.
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં ગુજરાતમાં મહત્મ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને ગરમીથી થોડી રાહત અનુભવાશે. જેમા થોડા સમય પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ફેબ્રુઆરીના મધ્યમા કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેજો. આવી આગાહી કરવામાં આવી હતી. અને આ સાથે ફેબ્રુઆરી મહિનામાં જ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ. જો કે આ આગાહી પાછી ખેંચવામાં આવી છે. અને નવી આગાહી મુજબ આગામી 48 કલાક સુધી હીટવેવનો અનુભવ નહી થાય.
આગામી 48 કલાક સુધી હીટવેવનો અનુભવ નહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવાશે. અને આ સાથે મધ્ય ગુજરાતમાં મહત્મ તાપમાન 39 ડિગ્રી આસપાસ પહેવાની સંભાવના છે. આ સાથે બપોરના સમયે ગરમ પવનો ફુકાવાની સંભાવના રહેલી છે.
ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે પ્રકોપ
ઉત્તર પ્રદેશ સહિત આખા ઉત્તર ભારતમાં હવે ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધતો દેખાઇ રહ્યો છે. ફેબ્રુઆરીમાં હવે પારો હવે ઝડપથી ઉપર વધી રહ્યો છે. અત્યારે દિવસે સવારે અને સાંજે અલગ અલગ વાતવારણ જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે હવામાનને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે.
હવામાનના ઝડપી ફેરફારની વચ્ચે હવામાન વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, આ વખતે માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વખતે વધુ પડતા તાપ પહેલા પાક પાકી શકે છે. ગયા વર્ષે માર્ચેમાં જ આવેલું હવામાન ફેરફાર અત્યારે જ ફેરફાર થવા લાગ્યુ છે. આવામાં આ સિઝનનો પાક ઘઉં ફૉર્સ મેચ્યૉરિટીનુ શિરાક થઇ શકે છે. આ પાકોનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થશે. CSAના હવામાન વિભાગે છેલ્લા પાંચ દાયકાઓના ડેટાનું અધ્યન કર્યુ છે.
આ પણ વાંચોઃ
Mahisagar: લગ્ન પ્રંસગમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબકતાં 8 જાનૈયાના મોત, શોકનો માહોલ