Mahisagar: લગ્ન પ્રસંગમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબકતાં 6 જાનૈયાના મોત, શોકનો માહોલ
જાનમાં જતાં ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. ટેમ્પો ખાઇમાં ખાબકતાં 8 લોકોનાં મોત થયા છે.
Mahisagar: રાજ્યમાં હાલ લગ્નનો માહોલ છે. આ દરમિયાન મહિસાગરમાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો છે. જાનમાં જતાં ટેમ્પોને અકસ્માત નડ્યો હતો. ટેમ્પો ખાઇમાં ખાબકતાં 6 લોકોનાં મોત થયા છે.
ક્યાં બની ઘટના
મહિસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પાઘડી લઈને જઈ રહેલા લોડિંગ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. 38 લોકો ઘાયલ થયા હતા.
ઈજાગ્રસ્તોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા
અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. આ ઉપરાંત 108ની 4 ટીમોએ પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી.
અરવલ્લીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે ત્રણના મોત
અરવલ્લીમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મોડાસાના રસુલપુર પાસે અકસ્માતની ઘટના બની હતી. કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં માસી-ભાણીયા સહિત ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.
અમદાવાદમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત
અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રક અને એક્ટિવા વચ્ચે ભંયકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. અમદાવાદમાં રખિયાલ વિસ્તારમાં મોડી રાત્રે ટ્રક અને એક્ટિવા વચ્ચે ભંયકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. ઓવર ટેઇક કરવા જતાં સ્કૂટર સ્લીપ થઇ જતાં બાજુમાં પસાર થઇ રહેલા ટ્રકની નીચે આવી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. સ્કૂટર ચાલક બેલેન્સ ગુમાવ્યું હતું અને તેનું માથુ ટ્રકની નીચે આ જતાં રોડ પર એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. મૃતક એક્ટિવા ચાલક ભાવનગરનો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત ગત મોડી રાત્રે બન્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ