Ahmedabad Weather: હવામાન વિભાગે જાહેર કર્યું નાઉ કાસ્ટ, અમદાવાદ સહિત અહીં આગામી 3 કલાક વરસાદની આગાહી
આ સિવાય મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
Ahmedabad Weather Updates: હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. જે મુજબ આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજ વીજ સાથે ભાવનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કવામાં આવી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ સિવાય મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
રાજ્યમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ
આજે ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ પલટાયુ હતુ. પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો સિહોર તાલુકાના રાજપરા, કરદેજ, નવા ગામ, ખાખરીયા જાળીયા, ભડલી, ધ્રૂપકા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલીતાણા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો. અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતીજીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
રાજકોટ શહેરના કાલાવડ રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, હોસ્પિટલ ચોક, રેસકોર્સ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. શહેરના વેસુ, પીપલોદ, ડુમસ રોડ, પાલ, અડાજણ, અઠવા, ઉધના, લિંબાયત, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ભારે ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
ગુજરાતમાં આગામી 6 દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ
- 15 જૂને દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 19 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.
- 20 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મેઘ ગર્જના ની ચેતવાણી#gujarat #weather #WeatherUpdate pic.twitter.com/EeQjrVYW2A
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 14, 2024