શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો પોલીસમાં ફરજ બજાવતો દીકરો કોરોના પોઝિટવ, ડિરેક્ટરને પણ કરાયા ક્વોરેન્ટાઈન
ગુજરાતી ફિલ્મોના જાણીતા નિર્દેશક આત્મારામ ઠાકોરના પુત્રનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આત્મારામ ઠાકોરને પણ કોરેન્ટાઇન કરાયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસો વધતા જ જાય છે. અમદાવાદમાં ગંભીર પરિસ્થિતી છે અને કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતી ફિલ્મોના જાણીતા નિર્દેશક આત્મારામ ઠાકોરના પુત્રનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આત્મારામ ઠાકોરને પણ કોરેન્ટાઇન કરાયા છે. આત્મારામ ઠાકોરનો ટેસ્ટ લેવાયો છે અને તેમના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આત્મારામ ઠાકોર નો પુત્ર ધૂમકેતુ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. ધૂમકેતુ ઠાકોર નરોડા પોલીસ સ્ટેશનમાં ડિસ્ટાફમાં ફરજ બજાવે છે. તે લોકડાઉન દરમિયાન ફરજ બજાવતો હતો. તેના કારણે તેને કોરોનાવાયરસનો તેપ લાગી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ધૂમકેતુ ઠાકોરના કારણે તેના પરિવારને પણ કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાની સંભાવના જોતાં આત્મારામને પણ ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે.
આત્મારામ ઠાકોરે મા-બાપને ભૂલશો નહીં (1999), નાનો દિયરિયો લાડકો (1998), પરદેશી મણિયારો (1998) જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બ્રેક આપનારા નિર્દેશક તરીકે તે જાણીતા છે. વિક્રમ ઠાકોર સાથે આત્મારામ ઠાકોરે રખેવાળ, કંકુ મને બહુ ગમે છે, એકબીજાની મદદ, પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં જેવી ફિલ્મો આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion