શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલ અને જીજ્ઞેષ મેવાણીએ શું કહ્યું ? જાણો વિગત
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે અલ્પેશના નિર્ણયને દબાણની રાજનીતિ ગણાવી.
અમદાવાદઃ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દેતા પક્ષમાં ખળભરાટ મચી ગયો હતો. કોંગ્રેસે અલ્પેશના આ નિર્ણયને ઠાકોર સેનાના પાયાના કાર્યકર્તાઓનું અપમાન ગણાવ્યું છે. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના કન્વિનર અને કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલે અલ્પેશના નિર્ણયને દબાણની રાજનીતિ ગણાવી હતી.
ગુજરાતમાં કોગ્રેસને મોટો ઝટકો, અલ્પેશ ઠાકોરે પક્ષના તમામ પદેથી આપ્યું રાજીનામું
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર અંગે દબાણની રાજનીતિ થઇ રહી છે. અલ્પેશનો મે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નથી. હજી પણ હું તેમનો સંપર્ક કરવાનો છું. અને મારો પ્રયત્ન ચાલું રહેશે. હું ચાહું છું કે તાનાહશાહ સરકાર સામે યુવાનો લડે. એક અધિકારીએ કહ્યું કે કૉંગ્રેસ 14 થી 15 સીટ જીતી રહી છે અને કૉંગ્રેસમાં રહેલા લોકો જ કૉંગ્રેસ પર આક્ષેપ કરશે એવું કહ્યું હતું.
અલ્પેશ ઠાકોરનો આક્ષેપ- ‘કોગ્રેસમાં ટિકિટો પણ વેચાય છે’
યુવા ધારાસભ્ય અને દલિતોના નેતા એવા જીજ્ઞેષ મેવાણીએ પણ અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે જણાવ્યું હતું કે, કયા કારણસર રાજીનામું આપ્યું એ તો કવિ પોતે ફોડ પાડે ત્યારે ખબર પણ ઠાકોર સમાજ અને બીજા ગરીબ વર્ગોનું નખ્ખોદ કાઢનારા ભાજપમાં ન જતાં.
અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement