Rain forecast: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી
Rain forecast: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે રહેવાના છે કારણ કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Rain forecast: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે રહેવાના છે કારણ કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર , જુનાગઢ , ભાવનગર ,જામનગર , દ્વારકા, અમરેલી,બોટાદ , જૂનાગઢ , પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત સુરત,નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, આણંદ અને દીવમાં દમણ, દાદર અને નગર હવેલી, મોરબી, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ રાજ્યનાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગઈકાલથી રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સુત્રાપાડામાં અને ધોરાજીમાં તો વરસાદે તારાજી સર્જી છે. અહીં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુત્રાપાડામાં 22 ઈંચથી વધુ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ હજુ લોકોને વરસાદથી રાહત મળશે નહી. આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસની વરસાદની આગાહી
પ્રથમ દિવસ: રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે દમણ, દાદરા નગર હવેલી,વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર,જૂનાગઢ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી,અમરેલી,દ્વારકા ગીર સોમનાથ અને દીવમાંમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજો દિવસ : જેમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરામાં નગર હવેલી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહિસાગર, વડોદરા, ભરૂચ અને ડાંગ પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રીજો દિવસ: બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, ખેડા અને મહિસાગર,સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ અને દમણ, દાદરા નગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોથો દિવસ: બનાસકાંઠા અને પાટણ, કચ્છ.અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જામનગર, પોરબંદર અને દ્વારકા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
પાંચમો દિવસ: દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત પ્રદેશ એટલે કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરામાં નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial