શોધખોળ કરો

સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ 24 કલાક ભારે, પોરબંદર-જૂનાગઢ સહિત 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24  કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે.

Gujarat Rain: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24  કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે. રાહતની વાત એ છે કે આવતીકાલથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

5 જિલ્લામાં 'યલો એલર્ટ'
હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાત: બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદનું અનુમાન છે.

માછીમારોને સૂચના
હવામાન વિભાગે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

વરસાદ છતાં 'નવરાત્રિની રમઝટ'
નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ ખેલૈયાઓની મજામાં ભંગ પડ્યો હતો, પરંતુ કેટલાક સ્થળોએ વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો.

અમરેલી: છેલ્લા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ બેકાબૂ
અમરેલી જિલ્લામાં છેલ્લા નોરતે વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડ્યો હતો. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. રાજુલામાં તો ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા, જેમણે ડુંગર કુંભારીયા, છતડીયા અને હિંડોરણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદમાં પણ ગરબાની મજા માણી હતી.

જૂનાગઢ: વરસતા વરસાદે ગરબાની બોલાવી રમઝટ
જૂનાગઢમાં નવમા નોરતે વરસાદ વિઘ્ન બન્યો, તેમ છતાં ખેલૈયાઓનો જોમ ચરમસીમાએ હતો. એ.જી.સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રઘુવંશી પરિવાર આયોજિત ગરબા મહોત્સવમાં વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમીને ઝૂમ્યા હતા.

વલસાડ-વાપીમાં વરસાદ
વલસાડના વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ છેલ્લા નોરતે છૂટાછવાયા વરસાદના કારણે ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડ્યો હતો. જોકે, ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે પણ ગરબે ઝૂમ્યા હતા. નોંધનીય છે કે, પ્રથમ અને બીજા નોરતે પણ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી હતી.

ચોમાસુ 'સોળ આની': સિઝનનો 115 ટકા વરસાદ
ચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે પણ વરસાદે રાજ્યમાં સારી એવી હાજરી આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115 ટકા વરસાદ વરસ્યો છે, જે સરેરાશ 882 મીમીની સામે 1022 મીમી સુધી પહોંચ્યો છે.

ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ:

  • કચ્છ: સૌથી વધુ 141 ટકા
  • દક્ષિણ ગુજરાત: 122 ટકા
  • ઉત્તર ગુજરાત: 120 ટકા
  • મધ્ય ગુજરાત: 115 ટકા
  • સૌરાષ્ટ્ર: સૌથી ઓછો 104 ટકા

વરસાદના કારણે એક તરફ ગરબાની મજા બગડી છે, તો બીજી તરફ અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોના વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ ઊભી થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Advertisement

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Embed widget