શોધખોળ કરો

અમદાવાદમાં ધોધમાર વરસાદ,સાબરમતી નદી ભયજનક સપાટીએ, રિવરફ્રંટ નાગરિકો માટે કરાયો બંધ

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી દરમિયાન અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો, અમદાવાદમાં સિઝનનો 82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે સારો વરસાદ વરસ્યો.  સરખેજ ગાંધીનગર હાઈવે પર સતત એક કલાક વરસાદ વરસ્યો. વરસાદના કારણે અને રસ્તા જળમગ્ન બન્યા હતા. આનંદનગર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, હાઈકોર્ટ વિસ્તાર સહિતના અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં મેધમહેર જોવા મળી.  વૈષ્ણોદેવી, અડાલજ, એસપી રિંગ રોડ,સેટેલાઈટ, જોધપુર, શિવરંજની, શ્યામલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી.અમદાવાદ સવારથી રોકાઈ રોકાઈને વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ શહેરમાં કાળા વાદળોથી આકાશ ઘેરાયેલું હતું. વાદળોની વચ્ચે વરસાદની એન્ટ્રીથી શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો  82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.આ સીઝનમાં અમદાવાદ શહેરમાં કુલ 26 ઈંચથી વધુ વરસાદ છે. હવામાન વિભાગે 25 ઓગસ્ટે એટલે કે આવતી કાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.       

સાબરમતી નદી ભયજનક સપાટીએ પહોંચી

અમદાવાદમાં અવિરત વરસતો મધ્યમ વરસાદ અને ઉપરવાસ વરસાદના કારણે સાબરમતી નદીમાં પણ જળસ્તર સતત  વધી રહ્યું છે.  છેલ્લા એક કલાકમાં જળસ્તરમાં બે ફૂટનો વધારો થયો છે. સાબરમતી નદીનું જળસ્તર 127 ફૂટથી વધીને 129 ફૂટ  થયું અને હવે સાબરમતી નદી ભયજનક સપાટી 132 ફૂટ પહોંચી છે. સાબરમતીનું જળસ્તર વધતા રિવરફ્રંટ નાગરિકો માટે બંધ કરાયો છે. વાસણા બેરેજના 28 દરવાજા છ ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની જાવક શરૂ કરાઈ છે. નદી કિનારાના 18 ગામડાઓને એલર્ટ કરાયા છે

બુલેટ ટ્રેનની કામગીરી અટકી

સાબરમતીમાં પાણીના ભારે આવરાથી બુલેટ ટ્રેનની કામગીરી અટકાવવવાની ફરજ પડી છે. રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પાણીના તેજ પ્રવાહમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સામાન તણાઇ હતો. વરસાદના કારણે  અમદાવાદ રિવરફ્રંટના વોક વે સુધી જળસાપ પણ જોવા મળી રહ્યં છે.  15થી વધુ જળ સાપ અહીં ફરતા જોવા મળ્યાં.

ઉપરવાસમાં ભારે વરસાદથી સંત સરોવરના તમામ દરવાજા  પણ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંત સરોવરના 21 દરવાજા ખોલાયા છે.સંત સરોવરમાંથી 60 હજાર 546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. પાણીની આવક થતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.સંત સરોવરમાં 52 ફૂટની સપાટી પર  પાણી વહી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે

Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!

H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
H-1B visa: H-1B વીઝાના નિયમોમાં મોટો ફેરફાર, લોટરી સિસ્ટમ કરાઈ બંધ
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ

India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન

AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો

Embed widget