શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
13 ને 14 ઓગસ્ટે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ? જાણો વિગત
હજુ પણ ભારે વરસાદ કચ્છમાં પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 13 અને 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ: મેઘરાજાની ધમાકેદાર વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં રાજકોટ, સુરત, વડોદરા સહિત અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. જોકે રવિવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું હતું.
ગુજરાતમાં વરસાદે જે રાઉન્ડ લીધો છે તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં એવા ગામો છે જ્યાં ભારે વરસાદને કારણે સંપર્ક તૂટી ગયો છે. હજુ પણ ભારે વરસાદ કચ્છમાં પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વિરામ નહીં લે તેવું હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે.
હજુ પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સોમવારે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે મંગળવારે ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડશે. 13 અને 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્રારકા, ગીર સોમનાથ, બોટાદ, જામગનર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં આગાહી કરવામાં આવી છે.
આ સિવાય ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે વાયુ વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાના પણ આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion