Accident: અમદાવાદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, કાર ચાલકે એક્ટિવાને હવામાં ઉડાવી
આજે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક દર્દનાક હિટ એન રનની ઘટના ઘટી હતી, કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા
Accident: અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઘટી છે, અહીં એક કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જેમાં એકનું મોત થયાના સામાચાર છે.
માહિતી પ્રમાણે, આજે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક દર્દનાક હિટ એન રનની ઘટના ઘટી હતી, કારચાલકે દંપતીને હડફેટે લીધા હતા, કાર ચાલકે એક્ટિવા પર સવાર દંપતીને અચાનક ટક્કર મારી દેતા, ઘટના સ્થળ પર જ દંપતિમાંથી એકનું એટલે કે પતિનું મોત થયુ હતુ, અને પત્નીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ ઘટના મામલે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં ત્રિપલ હિટ એન્ડ રન, કડી, વિસનગર, વડનગરમાં નબીરાઓ ટક્કર મારીને ફરાર
મહેસાણા જિલ્લમાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિયો યથાવત રહ્યો છે, જિલ્લમાં ત્રણ અલગ અલગ જગ્યાએ હિટ એન્ડ રનની ઘટનાઓ ઘટી છે, જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ત્રણ ઘટનાઓમાં એક ઘટના કડીમાં ઘટી છે, કડીના અગોલ રૉડ પર પિકઅપ જીપ ચાલક એક રાહદારીને ટક્કર મારીને ભાગી ગયો હતો. બીજી ઘટનામાં વડનગરના મોલીપુર પાસે ખેતરમાં કામ કરવા જતી મહિલાને એક કાર ચાલકે ટક્કર મારી હતી, અને ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વળી, ત્રીજી ઘટના હાઇવે પર ઘટી છે, વિસનગર અને મહેસાણા હાઇવે રૉડ પર સ્વાલા ગામ પાસે એક કારચાલકે એક 11 વર્ષની બાળકીને ટક્કરને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં પણ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના કડી, વિસનગર અને વડનગર તાલુકામાં ત્રણ અલગ-અલગ હિટ એન્ડ રનની ઘટનામાં કુલ 3 લોકો ઘાયલ થયા છે. મહેસાણા જિલ્લામાં પોલીસના ટ્રાફિક નિયમના પાલનના દાવા વચ્ચે ફાસ્ટ સ્પીડમાં વાહનોનો કેર યથાવત છે.
અમદાવાદમાં મોટી ચોરી, પરિવાર બહાર હતો ને ચોર ઘરમાંથી 8 લાખ અને દાગીના લઇને ફરાર....
અમદાવાદમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, ચોરે એક ઘરમાંથી 8 લાખથી વધુ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. ખરેખમાં, રખિયાલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. ચોરીની ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નોંધાઇ છે, રખિયાલમાં મહાગુજરાત બેકરી પાસે પંડીતજીની ચાલીમાં એક ઘરમાં આ ચોરીની ઘટના ઘટી છે, અહીં જ્યારે પરિવાર બહાર ગયો હતો તે સમયે જ ચોરે ઘરનો દરવાજો તોડીને ઘરમાંથી 8 લાખ 55 હજાર રૂપિયાની ચોરી કરી હતી, એટલું જ નહીં ઘરમાંથી રોકડની સાથે સાથે દાગીના પણ ઉઠાવી ગયો હતો. ચોરી થઇ તે દરમિયાન ફરિયાદી ઘર બંધ કરીને પોતાના વતનમાં ગયેલા હતા, હાલમાં આ ઘટનાની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.