ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં કોરોનાના નવા 3641 કેસ, 28ના મોત
કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે ફેબ્રુઆરીથી એક જ દિવસમાં ડબલ કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં કોરોના (coroanvirus)નો રાફડો ફાટ્યો છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોનાના નવા ત્રણ હજાર 641 જ્યારે ગ્રામ્યમાં નવા 53 પોઝિટીવ કેસ મળીને જિલ્લામાં કુલ ત્રણ હજાર 694 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં નવા કેસ નોંધાયા તેમાંથી 35 ટકા કેસ તો ફક્ત એકલા અમદાવાદ જિલ્લામાં જ નોંધાયા હતા. જ્યારે રવિવારે અમદાવાદમાં 28 દર્દીઓના મૃત્યુ (Corona death) નિપજ્યા હતા.
કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે ફેબ્રુઆરીથી એક જ દિવસમાં ડબલ કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં કુલ એક હજાર 712 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો એક લાખ બે હજાર 225 પર પહોંચી ગયો છે. જ્યારે 78 હજાર 581 દર્દી સાજા થયા છે. તો મૃત્યુઆંક પણ વધીને બે હજાર 620 પર પહોંચી ગયો છે.
અમદાવાદ જિલ્લામાં છેલ્લા 18 દિવસમાં જ નવા 29 હજાર 587 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સરેરાશ દસ લાખની વસ્તીએ 13 હજાર 666 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર પણ 2.60 ટકા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ ગયા વર્ષે 18 માર્ચે નોંધાયો હતો અને 50 હજાર કેસ પૂરા થવામાં 257 દિવસ થયા હતા. આ પછી 50 હજારથી એક લાખ કેસ માત્ર 139 દિવસમાં જ નોંધાયા છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં કોરાનાનું સંક્રમણ એટલુ વધ્યુ કે સતત એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
નોંધનીય છે કે, ગઈકાલે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7, ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 3641, સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389, વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60, ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે.