ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નવા 5411 કેસ, એક્ટિવ કેસનો આંકડો 35 હજારને પાર
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13804 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 142 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાને લઈ સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. શુક્રવારે શહેરમાં નવા 5 હજાર 411 કેસ નોંધાયા અને વધુ 21 દર્દીના મૃત્યુ થયા છે. 2 દિવસમાં કોરોનાના કુલ 10 હજાર 553 કેસ નોંધાયા અને 44 દર્દીના મૃત્યુ થયા છે. શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકટિવ કેસની સંખ્યા વધીને ૩૫ હજાર ૭૫૦ ઉપર પહોંચી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ ૨૧ હજાર ૬૯૯ કેસ નોંધાયા છે. શુક્રવારે ૧ હજાર ૨૪૮ દર્દીઓને રજા આપવામાં આવી હતી. શુક્રવારે ૨૧ લોકોના મોત સાથે અત્યાર સુધીમાં કુલ ૨ હજાર ૬૬૯ લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત કરવામાં આવેલા વેકિસનેશન માટેના સેન્ટરો ઉપરથી ૧૭ હજાર ૪૧૮ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. જેમાં ૯ હજાર ૫૩૫ પુરૂષ અને ૭ હજાર ૮૮૩ મહિલાઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13804 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 142 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6 હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત કોર્પોરેશનમાં 19, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-2, મહેસાણમાં 4, જામનગર કોર્પોરેશન-9, બનાસકાંઠા-5, જામનગર-5, વડોદરા-6, ભાવનગર કોર્પોરેશન-4, પાટણ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, ભાવનગર 4, ગાંધીનગર 2, દાહોદ 1, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 2, વલસાડ 2, ભરૂચ 3, મહીસાગર 1, રાજકોટ 3, સુરેન્દ્રનગર 4, પંચમહાલ 1, સાબરકાંઠા 6, મોરબી 4, અમદાવાદ 1, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5411, સુરત કોર્પોરેશનમાં 2176, સુરત 641, રાજકોટ કોર્પોરેશન- 626, વડોદરા કોર્પોરેશન-546, મહેસાણા-476, જામનગર કોર્પોરેશન-354, બનાસકાંઠા-278, જામનગર-253, કચ્છ-210, વડોદરા-170, ભાવનગર કોર્પોરેશન-166, પાટણ-165, ગાંધીનગર કોર્પોરેશન-163, ભાવનગર 136, ખેડા 129, ગાંધીનગર 117, દાહોદ 115, જૂનાગઢ 110, જૂનાગઢ કોર્પોરેશન 108, નવસારી 108, વલસાડ 107, ભરૂચ 106, મહીસાગર 93, રાજકોટ 93, સુરેન્દ્રનગર 93, તાપી 89, અમરેલી 87, ગીર સોમનાથ 85, પંચમહાલ 83, સાબરકાંઠા 79, મોરબી 61, અમદાવાદ 59, અરવલ્લી 59, આણંદ 52 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,15,310 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,10,01,631 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.