Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીના હાથ પેનને બદલે પકડાવ્યા ઝાડૂ, પ્રિન્સિપાલે બાળકો પાસે જોખમી છજા પર ચડાવી કરાવી સાફ સફાઈ
રાજકોટ: શાળામાં વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્ય કરાવવાના અનેક બનાવો સામે આવતા રહે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે બગીચાવી સફાઈથી લઈને માટી ખોદકામ સહિતના કામો કરાવાય છે.
રાજકોટ: શાળામાં વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્ય કરાવવાના અનેક બનાવો સામે આવતા રહે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે બગીચાવી સફાઈથી લઈને માટી ખોદકામ સહિતના કામો કરાવાય છે. આ અંગેના વિડિયો અનેક વખત સામે આવ્યા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટની શાળા નંબર 81મા. હાલમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 81નો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓને સ્કૂલમાં જોખમી છજા પર ચડાવી વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓ પાસે જોખમી રીતે સાફ સફાઈનો વિડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓના જીવના જોખમે સફાઈ કરાવતો વિડીયો સામે આવ્યા બાદ લોકો પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
નવસારીની શાળાએ શિક્ષકની ભરતી માટે આપ્યો અનોખો ટાસ્ક
નવસારી: સારી નોકરી મેળવવી એ આજે કઠણ કામ બની ગયું છે. જેમાં પણ સારા શિક્ષકોની પસંદગી કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અનેક પ્રયોગો કરતા હોય છે ત્યારે નવસારીની એક સેમી ગવર્મેન્ટ શાળાએ શ્રેષ્ઠ શિક્ષક લેવા માટે અનોખી જાહેરાત થકી પસંદગી કરવામાં આવી છે.
શિક્ષકની પસંદગી કરવા માટે એક અનોખી જાહેરાત
આજના સમયમાં સારી નોકરી મેળવવીએ ભગવાનને મળવાથી ઓછું નથી. ઘણા લોકો અનેક પ્રયાસો થકી પણ સારી નોકરી મેળવી શકતા નથી. આ જ કારણ છે કે જો ત્યાં 2-4 પોસ્ટ પણ ખાલી હોય તો હજારો લોકો ત્યાં પહોંચી જાય છે. પરંતુ નવસારીની એક સેમી ગવર્મેન્ટ શાળાએ પોતાના વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટે એક અનોખી જાહેરાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી.
ગણિતનું ઇક્વેશન સોલ્વ કરવા કહેવામાં આવ્યું
આ ઈક્વેશન થકી જે પણ ઉમેદવાર એને ઉકેલી શકે એ જ ઉમેદવારને નોકરીના ઇન્ટરવ્યૂ માટે પસંદગી કરવામાં આવી છે. આ ગણિતનું ઇક્વેશન શાળાના જ એક શિક્ષકે તૈયાર કર્યું છે. જેને ઉકેલવા પર એક મોબાઈલ નંબર જવાબ તરીકે આવે છે અને એના પર સંપર્ક કર્યા બાદ શાળા સંચાલકો દ્વારા એમને શાળાએ બોલાવવામાં આવ્યા હતાં. આં આ ગણિતના equation ને તૈયાર કરવામાં એકથી દોઢ કલાકનો સમય શિક્ષકને લાગ્યો હતો અને બારસોથી વધુ ઉમેદવારોએ આ ગણિતનું ઇક્વેશન સોલ્વ કરવામાં આવ્યું હતું.
અનેક ઉદ્યોગપતિઓએ વખાણ કર્યા
આ ઇક્વેશનને તૈયાર કરવામાં સામાન્ય ગણિતના થિયરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને પહેલા તૈયાર કરનાર શિક્ષક અને એની દીકરીએ પહેલા ઉકેલ્યું હતું. ત્યાર બાદ શિક્ષકની પસંદગી માટે આ ઇક્વેશન જાહેરાત તરીકે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું હતું. આ ઇક્વેશન એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું જેને દેશના અનેક ઉદ્યોગપતિઓએ પણ શેર કરી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકી અને વખાણ કર્યા હતા. ત્યારે આ equation ને સૌ પ્રથમ અને સૌથી ઉકેલનાર શિક્ષકને હાલ ભક્તાશ્રમમાં શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ માટે નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટેના આ શાળાનો નવતર પ્રયોગ રંગ લાગ્યો છે. આ પ્રયોગ થકી શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાર્થીઓ માટે નિમણૂક કરાય એવા પ્રયાસો શાળા દ્વારા દર વર્ષે જુદા જુદા વિષયોમાં કરવામાં આવશે, જેથી દરેક વિષયના શ્રેષ્ઠ શિક્ષક વિદ્યાર્થીઓને મળી શકે.




















