શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આ શહેરમાં પાંચ હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,781 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. તે સિવાય વડોદરા કોર્પોરેશનમાં 2412 નવા કેસ નોંધાયા છે. તે સિવાય રાજકોટ કોર્પોરેશનમાં 944 નવા કેસ નોંધાયા છે.

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરેશનમાં 233, પાટણમાં 230, ગાંધીનગરમાં 202, જામનગર કોર્પોરેશનમાં 201, ખેડામાં 200, ભરૂચમાં 158, સાબરકાંઠામાં 142, બનાસકાંઠામાં, 136, નવસારીમાં 132, મોરબીમાં 125, વલસાડમાં 117, અમરેલીમાં 95, અમદાવાદમાં 77, સુરેન્દ્રનગરમાં 64, પંચમહાલમાં 63, જામનગરમાં 44, જૂનાગઢમાં 42, પોરબંદરમાં 42, દાહોદમાં 39, જૂનાગઢ કોર્પોરેશનમાં 38, દેવભૂમિ દ્વારકામાં 35, તાપીમાં 33, ગીર સોમનાથમાં 28, ભાવનગરમાં 26, ડાંગમાં 17, છોટા ઉદેપુરમાં 9, નર્મદામાં 8, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, બોટાદમાં 3 નવા કેસ નોંધાયા હતા.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1,28,192 કેસ છે. જે પૈકી 309  વેન્ટીલેટર પર છે, જ્યારે 1,27,883 નાગરિકો સ્ટેબલ છે. 9,69,234 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,323 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા  કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં બે, અને જામનગરમાં એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 414 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 3712 લોકોને પ્રથમ અને 18,277 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 18,737 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 52,475 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 29,585 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 94,231 લોકોને અપાયો છે.  આજે કુલ 2,17,441 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,69,76,869 લોકોને રસી અપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
IND vs ENG: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની બમ્પર જીત, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડના સુપડા સાફ; 142 રને જીતી ત્રીજી વનડે
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
Samay Raina: ચારેકોરથી વિરોધ થતા સમય રૈનાએ 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના શોને લઈ લીધો મોટો નિર્ણય, કહ્યું-હવે મુશ્કેલ.....
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
PM modi: પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનની પત્નીને જાણો શું આપી ભેટ, US ઉપરાષ્ટ્રપતિના બાળકોને પણ આપ્યો ખાસ ઉપહાર
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
WPL 2025: મહિલા પ્રીમિયર લીગમાં કેટલી મેચ રમાશે? જાણો કઈ ટીમની કોણ છે કેપ્ટન?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
India News: 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ, ઘૂસણખોરી પર મોદી સરકાર કડક, નવું બિલ લાવવાની તૈયારી, જાણો શું છે જોગવાઈઓ?
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
RCB ફેન્સ માટે સ્પેશ્યલ ડે બનશે 13 ફેબ્રુઆરી, ગુરુવારે નવા કેપ્ટનની થશે જાહેરાત; તમે પણ જોઈ શકશો લાઈવ
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Samay Raina Show Cancelled: અમદાવાદ અને સુરતમાં સમય રૈનાના શો રદ, અશ્લિલ ટિપ્પણી કરવી પડી મોંઘી
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Maharashtra: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, આ નેતાએ આપ્યું રાજીનામું, શિંદે જૂથમાં જોડાશે
Embed widget