શોધખોળ કરો
Advertisement
Motera Cricket Stadium: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની આવી છે વિશેષતા, જાણો વિગત
Ahmedabad Motera Cricket Stadium: મોટેરા સ્ટેડિયમ 1982માં બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2016માં તોડીને તેના સ્થાને આ નવું આધુનિક સ્ટેડિયમ બનાવાયું છે. ગત વર્ષે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ અહીં યોજાયો હતો.
IND Vs ENG 3rd Test Match: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમને ખુલ્લું મુકશે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ મેલબોર્નને પાછળ રાખીને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનીને નવો ઇતિહાસ રચશે. મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર દર્શકોની છે.
મોટેરા સ્ટેડિયમ 1982માં બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2016 પછી તેનું ફરીથી નિર્માણ થયું. ગયા વર્ષે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. મોટેરા સ્ટેડિયમનું સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોના બેઠક વિસ્તાર ઉપરાંત ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
મોટેરા સ્ટેડિયમની વિશેષતા
- મોટેરા વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે.
- આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.
- તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે.
- અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે.
- દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion