Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ
Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલ
ઘરે મહિલા એકલી હોય અને ઓનલાઈન શોપિંગ ની ડિલિવરી આવે તો સાવધાની રાખવી જરૂરી બની ગયું છે, વડોદરામાં ઝોમેટો ડિલિવરી કરવા આવનારે મહિલાની કરી છેડતી.
ઓનલાઈન નો જમાનો આવી ગયો છે, મહિલાઓ પણ હવે માર્કેટ માં જઈ ખરીદી કરવાની જગ્યાએ વસ્તુઓ ઓનલાઈન મંગાવતી હોય છે, વડોદરાના અલકાપુરી વિસ્તાર માં ઓનલાઈન ઝોમેટો ફૂડ ડિલિવરી મંગાવનાર મહિલા ને કડવો અનુભવ થયો હતો, વાડી વિસ્તારમાં રહેતો મોહમ્મદ અકમલ ફિરોજીવાલા ઝોમેટો ની ફૂડ ડિલિવરી કરવા આવતા 36 વર્ષીય પરિણીત મહિલા ની એકલતા નો લાભ લઇ આઈ લવ યુ કહી છેડતી નો પ્રયાસ કરતા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ કરતા આરોપી મોહમ્મદ અકમલ ની ધરપકડ કરાઈ હતી જોકે જામીન લાયક ગુનો હોય આરોપી નો જામીન હેઠળ છુટકારો થયો હતો, ઘરે મહિલા એકલી હોય ત્યારે ઓનલાઇન ફૂડ કે અન્ય ડિલિવરી મંગાવતા પહેલા વિચાર કરવો જોઈએ કેમકે મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો વડોદરામાં બન્યો છે.