Ahmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો
Ahmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદમાં ફ્લાવર શોમાં પ્રિન્ટ કરેલી ટિકિટો મળી આવી છે. મહાનગરપાલિકાએ જે ટિકિટો હજી વહેચાણમાં નથી લીધી તેવી ટિકિટો કેટલાક લોકો પાસેથી મળી આવી. ₹70 રૂપિયાના દરની 27 અને ₹100 રૂપિયાના દરની 25 ટિકિટો મળી આવી છે. પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ મહાનગરપાલિકાએ વેચી ન હોવા છતાં, લોકો ટીકિટ સાથે ફ્લાવર શોમાં જોવા મળ્યા. મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદી ટીકિટો માર્કેટમાં વહેચાય હોવાની શક્યતાને આધારે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
थલતેજની એક પ્રિન્ટિંગ એજન્સીને ટિકિટ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જેમની પાસેથી પ્રિન્ટ કરેલી ટિકિટ પણ મળી આવી છે. તેઓ રાણીપ વિસ્તારમાંથી આવેલા હતા. રાણીપના એક્ઝીબ્યુશનમાં અજાણીયા વ્યક્તિ પાસેથી તેમણે ટિકિટ ખરીદી હતી.
"18 ક્રિએશન" નામની એક પ્રાઈવેટ એજન્સીને હાર્ડ કોપીની અંદર એન્ટ્રી ટીકિટ છાપવા માટે આપવામાં આવેલી હતી. કુલ 5 લાખ ટીકિટો (કોમ્બો તેમજ ₹70 અને ₹100 ના મળી) આપવામાં આવેલી હતી અને એ ટીકિટો છાપીને સાબરમતી રિવર ફંડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અસ્તક આપવામાં આવેલી હતી. આ ટીકિટો પૈકીની અમુક ટીકિટો જે હજુ સુધી આપવામાં આવેલી ન હતી, એ ફ્લાવર શોમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સિક્યુરિટી વાળા ને ચેક કરતા પબ્લિકના માણસ પાસેથી મળી આવેલી હતી.
એમાં ₹70 ના ભાવવાળી 27 ટીકિટ અને ₹100 ના ભાવવાળી 25 ટીકિટ, કુલ 52 ટિકિટો જે અનઅધિકૃત રીતે હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પબ્લિકના માણસ પાસે શંકા જણાતા, આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ જે એજન્સી જેને છાપવા માટે આપેલી હતી એમના દ્વારા કે એમને જે માલ સપ્લાય કરેલ છે એમાંથી કોઈ જગ્યાએ અજાણા માણસોએ મેળવી અને ઉપયોગ કરી અને એન્ટ્રી ગેટ માટે મળી આવેલ હોય, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને છેત્રપિંડી કરિયા અંગેનો ગુનો સાબરમતી રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે.