ISKCON Bridge Case Update: તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ની અરજી પર હાઇકોર્ટમાં થઈ સુનાવણી, રાજ્ય સરકારે અરજીનો કર્યો વિરોધ
Ahmedabad News: અકસ્માતને સદોષ માનવ વધ નહીં ગણવા આરોપી પક્ષે રજૂઆત કરી હતી. વધુ સુનાવણી 5 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
![ISKCON Bridge Case Update: તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ની અરજી પર હાઇકોર્ટમાં થઈ સુનાવણી, રાજ્ય સરકારે અરજીનો કર્યો વિરોધ ISKCON Bridge Case Update: A hearing was held in the High Court on the application of Tathya Patel and Prajnesh Patel the state government opposed the application ISKCON Bridge Case Update: તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ની અરજી પર હાઇકોર્ટમાં થઈ સુનાવણી, રાજ્ય સરકારે અરજીનો કર્યો વિરોધ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/24/80c3cd935728d12b2644ca01642fab31169019177601778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad News: અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. રાજ્ય સરકાર વતી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તથ્ય પટેલે ગાડીની બ્રેક નહોતી મારી તેવી રજૂઆત કરી હતી. ઉપરાંત આરોપીએ બેરહેમીથી નિર્દોષ નાગરિકોને કચડ્યા હોવાની સરકારે રજૂઆત કરી હતી. એસ જી હાઈવે તમામ પ્રેક્ટીકલ રીતે હવે સીટી રોડ હોવાની રજૂઆત કરી કહ્યું સીટી રોડ પર 130 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પૂરપાટ ગાડી હંકારી છે. અકસ્માતમાં લોકોના મોત થવાની જાણકારી હોવા છતાં ગાડી ચલાવવાનું કૃત્ય એ સદોષ માનવ વધ જ ગણાય.. જ્યારે અકસ્માતને સદોષ માનવ વધ નહીં ગણવા આરોપી પક્ષે રજૂઆત કરી હતી. વધુ સુનાવણી 5 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ વિરુદ્ધ લાગેલી જુદી જુદી કલમો ઉપર તેમણે હાઇકોર્ટમાં ડિસ્ચાર્જ માટે અરજી કરી હતી. હાઇકોર્ટની અરજી ઉપર આજે સરકારી વકીલ દ્વારા ડિસ્ચાર્જનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલાક મહત્વના મુદ્દા ટાંકવામાં આવ્યા હતા. જેમાં તથ્યના વકીલ વારે ઘડીએ કહ્યા કરે છે કે આ નેશનલ હાઈવે છે, પરંતુ આ નેશનલ હાઈવે નથી સિટીની અંદર આવેલો રોડ છે. તેમજ ઇસ્કોન બ્રિજ એ ફક્ત બ્રિજ નહી પરંતુ ફ્લાય ઓવર બ્રિજ છે. એની ડિજાઈન એવી રીકે છે કે એની બ્રિજની વચ્ચેથી તમે નીચેનો ભાગ જોઈ શકો છો, આ ઉપરાંત કેટલીક મહત્વની દલીલો કરવામાં આવી હતી. વધુ સુનાવણી સુધી નીચલી કોર્ટમાં ચાર્જ ફ્રેમ નહિ થઈ શકે.
શું છે મામલો
ઈસ્કોન ફ્લાઈયઓવર બ્રિજ અકસ્માત 20 જુલાઈના દિવસે થયો હતો. જેમાં 9 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ દરમિયાન તથ્ય પટેલની સામે ઓવરસ્પિંડગ અને બેદરકારી ભર્યા ડ્રાઈવિંગને કારણે કડક પગલાં ભરવા માગ ઊઠી હતી. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની આગલી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તથ્ય પટેલ સામે IPCની કલમ 304 અને 308 હેઠળ તેના માટેના પ્રયાસનો તેમજ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, લોકોને નુકસાન પહોંચાડવા અને મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ હેઠળ અન્ય આરોપો સાથે આરોપ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ, દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત
ભારતમાં COVID-19 ના નવા વેરિઅન્ટ JN.1 ની થઈ ગઈ છે એન્ટ્રી, જાણો તેના પ્રારંભિક લક્ષણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)