(Source: ECI/ABP News/ABP Majha)
ISKCON Bridge Case Update: પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી, હજુ જેલમાં જ રહેવું પડશે
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સરના બહાના હેઠળ મેડિકલ જામીન માંગ્યા હતાં.
Ahmedabad Iskcon bridge case update: શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ સાબરમતિ જેલમાં બંધ છે. તેની સામે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોના સગા સહિત 191 જેટલા સાહેદો છે.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પ્રજ્ઞેશ પટેલે મોઢામાં કેન્સરના બહાના હેઠળ મેડિકલ જામીન માંગ્યા હતાં. પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી હંગામી જામીન અરજી પર સુનાવણી થઈ હતી. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો. જામીન લેવા માટે તલપાપડ થઈ રહેલા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને હજી વધુ સમય જેલમાં જ રહેવું પડશે.
મોઢાના કેન્સરની સારવાર કરવા માટે જામીન માંગવામાં આવ્યા હતા. આ જામીન અરજીમાં મૃતક પરિવારજનના વકીલે વાંધા અરજી કરી હતી. ગત સુનાવણીમાં સરકારી વકીલે પણ જામીન ન આપવા માટે કોર્ટને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, જો જામીન મળશે તો સાક્ષીઓને હાનિ પહોંચી શકે છે.
નવેમ્બર 2019 બાદ નથી લીધી કોઈ સારવાર
પ્રજ્ઞેશ પટેલના વકિલે કોર્ટમાં દલીલ કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાનું કેન્સર છે અને અગાઉના કેસોમાં પણ હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટે સારવાર માટે રાહત આપી છે. પ્રજ્ઞેશ પટેલની આગામી 23 ઓગસ્ટે એપોઈન્મેન્ટ છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. વર્ષ 2019 સુધીની સારવારની માત્ર રસીદો જ રજૂ કરાઈ છે. સારવાર લીધી કે નહીં તે સ્પષ્ટ થતું નથી. સારવાર અહીં પણ ઉપલબ્ધ છે. ઘટના બાદથી રેગ્યુલર જામીન અરજી સુધી કેન્સરનો કોઈ ઉલ્લેખ નથી.પ્રજ્ઞેશ પટેલના વકીલના કહેવા મુજબ તેને મોઢાનું કેન્સર છે. તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે. જેના આધાર પર આ જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
IPS પિયુષ પટેલની BSFના IG તરીકે નિમણૂક, કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કરી જાણ
પાકિસ્તાન સામે મહામુકાબલામાં નહીં રમે આ બે ધૂરંધર ? જાણો ચીફ સિલેક્ટર અજીત અગરકરે શું કહ્યું