શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
13 હજાર કરોડના કાળાધનના કુબેર મહેશ શાહની આજે ફરી થશે પૂછપરછ
અમદાવાદ: ઈંકમટેક્સ પાસે 13,860 કરોડ રૂપિયાની બેહિસાબ આવકની ઘોષણા કરી ચર્ચામાં આવનારા પ્રોપર્ટી ડિલર મહેશ શાહની આજે ફરી પૂછપરછ થશે. આયકર વિભાગ અનુસાર શાહના નિવેદનોને આંશિક રીતે નોંધવામાં આવ્યા હતા, આજે તે ફરી નોઁધવામાં આવશે.
હજી સુધી તેમણે માત્ર ઘર પર પાડવામાં આવેલા દરોડા સંબંધિત સવાલોનો જવાબ આપ્યો છે. મહેશ આજે સવારે લગભગ 10 વાગ્યે આયકર કાર્યાલય પહોંચી શકે છે. શાહની પૂછપરછ માટે અધિકારીઓએ તેમને શનિવારે કસ્ટડીમાં લીધા હતા અને આખી રાત પૂછપરછ કરી હતી.
રવિવારે સવારે તેમને ઘરે જવાની છૂટ આપી હતી. જો કેઈ તેમના પર હુમલાના ખતરાની આશંકા હોવાથી ઘરની બહાર બે સુરક્ષા ગાર્ડ રાખવામાં આવ્યા છે. શાહે 30 સપ્ટેમ્બરે બંધ થયેલી આઈડીએસ યોજના હેઠળ 13,860 કરોડ રૂપિયાની અઘોષિત આવકની જાણકારી આપી હતી.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેંટે થોડા દિવસ પહેલા તેના ઘરે દરોડા પાડ્યા હતા. તે પછી શાહ ફરાર હતો. જે પછી એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂ થયા હતા જ્યાં સ્ટુડિયોમાંથી શાહની અટકાયત કરવામાં આવી હતી.
ઈંટરવ્યૂ દરમિયાન શાહે શનિવારે દાવો કર્યો હતો કે તેમણે આ ઘોષણા કમિશન માટે કરી હતી. શાહે કહ્યું કે આઈડીએસ અંતર્ગત ઘોષિત કરેલા 18,860 કરોડ રૂપિયા મારા નથી. હું આ મામલામાં સંડોવાયેલા લોકોના નામ આયકર વિભાગને આપીશ. અને ઘણા લોકોની પોલ ખૂલી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion