શોધખોળ કરો
Advertisement
મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પની પુત્રી ઈવાન્કાને એક ગુજરાતી મહિલા ભેટી પડી પછી......
નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ પૂર્ણ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ નિકળતી તે સમયે એક મહિલાએ તેને ગળે લગાવી હતી. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. પોતાના પરિવારની સાથે સોમવારે તેમનું ભવ્ય સ્વાગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રોડ શો મારફતે એરપોર્ટથી ગાંધી આશ્રમ પહોંચ્યા હતાં. ત્યાર બાદ ફરી રોડ શો દ્વારા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યાં હતાં. અહીં એક લાખથી વધુ લોકોએ તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યાં હતાં. પીએમ મોદી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યાં હતાં. નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ પૂર્ણ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ નિકળતી તે સમયે એક મહિલાએ તેને ગળે લગાવી હતી. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આટલી બધાં લોકોની વચ્ચે રિપોર્ટર્સે ઈવાન્કાને પૂછ્યું હતું કે, તમને નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ કેવો લાગ્યો? જેના પર ઈવાન્કાએ કહ્યું હતું કે, બહુ જ જોરદાર. આ વીડિયો ન્યૂઝ એજન્સી ANIએ શેર કર્યો હતો જે બહુ જ વાયરલ થયો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે નમસ્તે કહેતા પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અહીં હોવું મારા માટે ખુબ જ સન્માનની વાત છે. અમેરિકા હંમેશા ભારતનું મિત્ર રહ્યું છે અને હંમેશા રહેશે. ભવ્ય સ્વાગત્ માટે ભારતનો આભાર. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જ્યારે ઈવાન્કા મોટેરા સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.#WATCH US President Donald Trump's daughter Ivanka Trump on being asked if she enjoyed the 'Namaste Trump' event: Spectacular! pic.twitter.com/L8Q87GcQTj
— ANI (@ANI) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement