શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવાનો લેવાયો નિર્ણય
અમદાવાદમાં રથયાત્રા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રથયાત્રા મંદિર પરીસરમાં જ નીકળશે.
અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા નીકળવા પર ગુજરાત હાઇકોર્ટે રોક લગાવી છે. આ મામલે જમાલપુર જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટીઓ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદમાં રથયાત્રા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રથયાત્રા મંદિર પરીસરમાં જ નીકળશે. મંદિર પરિસરમાં લોકો દર્શન કરી શકશે.
ભક્તોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી જ દર્શન કરવા માટે મહંત દિલીપદાસજીએ અપીલ કરી છે. ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકાશે તેમજ અમદાવાદમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે 11 ભક્તોને એન્ટ્રી અપાશે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પર હાઈકોર્ટની રોક બાદ મહત્વની બેઠક મળી હતી. અમદાવાદ જગન્નાથ મંદિરમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, DGP, પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ગેજેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion