Gandhinagar: જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ વિધાનસભામાં મચ્યો હોબાળો, અધ્યક્ષે ધારાસભ્યને બહાર કાઢ્યા
ગાંધીનગર: રાજ્ય વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંદાજ મુજબ જ આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો હતો.
ગાંધીનગર: રાજ્ય વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ હતો. અંદાજ મુજબ જ આજે વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણની બાળાના બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો હતો. જીગ્નેશ મેવાણી વેલમાં ઘસી આવ્યા હતા. જે બાદ હોબાળો થતા બંને પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ સ્થાન પર ઊભા થઈ ગયા હતા. જસદણની બાળા પર થયેલા બળાત્કારની ચર્ચા લાઈવ કરવાની જીગ્નેશ મેવાણીએ ચેલેન્જ આપતા હોબાળો થયો હતો. જે બાદ અધ્યક્ષે અમિત ચાવડાને જીગ્નેશ મેવાણીને બેસાડવા કહ્યું હતું. જીગ્નેશ મેવાણી તમારું નથી માનતા તેવો પ્રશ્ન અધ્યક્ષે અમિત ચાવડાને પૂછ્યો હતો. જીગ્નેશ મેવાણી ફરી જગ્યા પર ઊભા થતા ફરી હોબાળો થયો હતો.
અધ્યક્ષની જીગ્નેશ મેવાણી અંગે ટિપ્પણી
અધ્યક્ષે કહ્યું કે, જીગ્નેશભાઈ તમે બંધારણનું અપમાન કરો છો. જીગ્નેશભાઈ તમે કાયદાનું પાલન કરતા નથી. ત્યાર બાદ જીગ્નેશ મેવાણીને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢ્યા હતા. સાર્જન્ટ દ્વારા જીગ્નેશ મેવાણીને બહાર કઢાયા હતા.
શું કહ્યું જીગ્નેશ મેવાણીએ
ગૃહમાંથી બહાર આવ્યા બાદ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, થોડા દિવસ પૂર્વે રાજકોટ ગેમ જોનમાં નિર્દોષ લોકો હોમાયા હતા. તેમના પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવેની રજૂઆત કરી હતી. જસદણની દીકરી પર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવેની માંગ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી કેમ પીડિતોની વેદના સંભાળવા માંગતા નથી. આ સમગ્ર મામલે પણ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ એ માંગ હતી.
ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું- જિજ્ઞેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા આવી પ્રવૃત્તિ કરે છે. જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસને સ્નાન સૂતકનો સંબંધ નથી. જીગ્નેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા રાજકારણ કરે છે.
જીગ્નેશ મેવાણીએ બાબા સાહેબ આંબેડકરનું આપમાન કર્યાનો સંસદીય મંત્રીનો આરોપ. બે -બે વખત વેલમાં ઘસી આવવું યોગ્ય નથી. બંધારણના નિયમ મુજબ જીગ્નેશ મેવાણી સામે પગલાં લેવા જોઈએ. જીગ્નેશ મેવાણી ગૃહ બહાર ઉશ્કેરણી જનક ભાષણ કરે છે તેવું વર્તન ગૃહમાં ના ચાલે.
ધારાસભ્ય જીતુ વાઘાણીએ લગાવ્યો ગંભીર આરોપ
જીગ્નેશ મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તન કર્યું હોવાનો આરોપ વાઘાણીએ લગાવ્યો છે. આ ઘટના ક્રમમાં કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસના નેતાઓએ જીગ્નેશ મેવાણીને રોક્યા નહિં. જીગ્નેશ મેવાણીએ ગૃહના અધ્યક્ષનું અપમાન કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
અમિત ચાવડાની ગૃહમાં માગ
વિધાનસભાનું સત્ર એક દિવસ લંબાવવા અમિત ચાવડાએ માગ કરી છે. નિયમ 116 અંતર્ગત લાંભો સમય મળતો નથી. સમગ્ર દિવસ ચર્ચા કરવી હોય તો અમારી તૈયારી છે. લાઈવ ટેલિકાસ્ટ કરવા પણ અમે માગણી કરીશું.
આ પણ વાંચો...