શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

'22માં અમારી સરકાર બની તો આ 1 લાખ પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું' હાર્દિક-જીગ્નેશ મેવાણીએ પોલીસ ગ્રેડ પેને આપ્યું સમર્થન

ગુજરાતમાં પોલીસને ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા નીલમ મકવાણાને સિવિલ હોસ્પિટલ ખાતે મળવા માટે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા. જોકે, તેમને મળવાની મંજૂરી મળી નહોતી.

અમદાવાદઃ ગુજરાતમાં પોલીસને ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા નીલમ મકવાણાને સિવિલ હોસ્પિટલ ખાતે મળવા માટે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા. જોકે, તેમને મળવાની મંજૂરી મળી નહોતી. આથી તેમણે નીલમના ભાઈ સાથે મુલાકાત કરી હતી. પોલીસકર્મીના ગ્રેડ પે આંદોલન મુદ્દે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નીલમબેન મકવાણા ઉપવાસ પર ઉતર્યા છે, તેમને મળવા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોચ્યા હતા. 

નીલમ મકવાણાને હિંમત આપવા માટે પહોચ્યા. મળવાની પરવાનગી નહોતી મળી તેથી તેના ભાઈને મળ્યા. ન્યાયના રસ્તે સંઘર્ષ હોય છે. આખા પોલીસ વિભાગને સમર્થન કરતી નિલમ મકવાણાને સમર્થન કરવા આવ્યા છીએ. જો રિપોર્ટ તૈયાર હોય તો નિરાકરણ લાવો, તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. નીલમ મકવાણાને મળવા પહોંચેલા જીગ્નેશ મેવાણી કોંગ્રેસ વતી પોલીસને વચન આપ્યું હતું કે, '22માં અમારી સરકાર બની તો આ 1 લાખ પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું'.

વન રક્ષકની પરીક્ષાના પેપર ફૂટવા મામલે વધુ એક ધડાકોઃ મહિલા ઉમેદવારે કહ્યું, 'પરીક્ષાનું પ્રશ્ન પત્રનું પેકેટ તૂટેલું હતું'

રાજકોટઃ વનરક્ષકની પરીક્ષાના પેપર વાયરલ થવા મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. ત્યારે હવે વનરક્ષકની પરીક્ષાના પેપર ફૂટવા માટે એક મહિલા ઉમેદવાર સામે આવ્યા છે. રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલીએ કહ્યું પરીક્ષાનું પ્રશ્ન પત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું. પેકેટમાં 3 ઇંચનો કાપો હતો. તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી. ઉમેદવાર ગીતાબેને આશંકા વ્યક્ત કરી. તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહી ન નામે મીંડું. 2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. રોજમ કરવામાં આવ્યું. સીસીટીવી અને ફોટા જાહેર કરવા ઇનકાર. તમામ સાહિત્ય ગુજરાત યુની. ના અધિકારી લઈ ગયા. પેપર ફૂટવા ના કૌભાંડ ઉપર પડદો પાડી દેવા ખેલ ખેલાયો.

ગઈ કાલે કૉંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં બેનરો લઈને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.  આ પરીક્ષામાં ઉનાવા મીરા દાતાર હાઇસ્કૂલમાં પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઉમેદવાર પાસેથી સાહિત્ય પકડાયું હતું. સરકારી ભરતી પરીક્ષામાં વારંવાર બનતા પેપર ફૂટવાના બનાવને લઈને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આજે વિધાનસભાના પરિસરમાં બેનરો સાથે દેખાવ કર્યા હતા. પેપર મુદ્દે વિધાનસભામાં ગૃહમાં હંગામો થતાં ગૃહને 15 મિનિટ મુલતવી રાખવાનો આદેશ કરાયો હતો.  બાદમાં  કામગીરી ફરી શરૂ થતાં વિપક્ષ દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું.

કૉંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો અને વિધાનસભામાં કહ્યું હતું કે ગઈકાલે વનરક્ષકની ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તેની ગૃહમાં ચર્ચા કરવામાં આવે.  બીજી તરફ વિધાનસભા અધ્યક્ષે પુંજાભાઈના પોઇન્ટ ઓફ ઓર્ડરને નકારી કાઢ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે આની અલગથી ચર્ચા કરવા માટે નિયમ 116ની નોટિસ આપવી પડે તો જ વિધાનસભામાં આ ચર્ચા શક્ય બનશે. જેથી કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને 'પેપર ફોડ ભાજપ સરકાર નહીં ચલગી, નહીં ચલેગી'ના સૂત્રોચ્ચાર ગૃહમાં કર્યા હતાં. જ્યારે કેટલાક ધારાસભ્યોએ ગૃહમાં સરકારવિરોધી પ્લેકાર્ડ દર્શાવ્યાં હતાં.

વનરક્ષક પરીક્ષાનું પેપર લીક નહીં પરંતુ કોપી કેસ થયાનો સરકારનો દાવો

વન રક્ષક પરીક્ષાનું પેપર લીક થયાની ચર્ચા શરૂ થતાં ચાર લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને પરીક્ષા લેવાની જવાબદારી વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષકના કાર્યાલયની હતી. 11 વાગ્યે શરૂ થયેલી પરીક્ષા 2 વાગ્યે પૂરી થવાની હતી. આ તમામની વચ્ચે મહેસાણા જિલ્લાના ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ પરીક્ષા કેંદ્રના બ્લોક નંબર 9-10ના પરીક્ષાર્થી કે જેમનો બેઠક ક્રમાંક 1265800 હતો તેની પાસેથી પ્રશ્નોના જવાબની કાપલી મળતાં હોબાળો મચી ગયો હતો. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈએ પ્રતિક્રિયા આપી હતી. કોપી કેસને પેપરલીક ગણાવી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કેટલાક લોકો રચતાં હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીનો દાવો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
Embed widget