Junior Clerk Paper Leak Case: પેપર લીક મુદ્દે રાજ્યમાં વિરોધ પ્રદર્શન, ભાજપના નેતાઓનું અકળ મૌન
Paper Leak Case Update: સુરતમાં આપના કાર્યકર્તાઓ અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.
Junior Clerk Paper Leak Case Update: પેપર લીકકાંડમાં રાજ્યમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓએ આ મુદ્દે અકળ મૌન ધારણ કર્યુ છે. કોઈપણ ઘટના મુદ્દે ટ્વિટ પર ટ્વિટ કરતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ સુધી એક પણ ટ્વિટ કર્યુ નથી. રાજ્યમાં એનએસયુઆઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આપના અલ્પેશ કથીરિયાએ શું કહ્યું
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આક્ર્મક મૂડમાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. આવેદન પત્ર આપ્ય બાદ, અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, કમિટીની રચના કરવા માંગ છે. આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે. ગ્રીષ્માં કેસમાં જે રીતે ફાંસી આપવામાં આવી એ જ રીતે ફાંસી આપવામાં આવે, અમારા 5 ધારાસભ્યોની આગેવાનીમાં જો સરકાર કામ કરશે તો પેપર નહિ ફૂટશે તેવો વિશ્વાસ છે. 5 રિટાયર્ડ જજ ની કમિટી બને તેવી માંગ છે. એટીએસ અને ક્રાઇમબ્રાંચની મિલી ભગત છે.
કોંગ્રેસે પણ કરી પ્રેસ કોન્ફરન્સ
પેપર ફૂટલાને અંગે આજે કોંગ્રેસ પ્રેસ ફોન્ફરન્સ કરી હતી. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અર્જુન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. મેવાણીએ કહ્યું, ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20-22 મો પાડો જણ્યો છે. આ ભાજપ સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે કે એમના કાર્યકાળમાં કેટલા પેપર ફુટ્યા, તેમાં કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ જેલમાં ગયા, કેટલા મુખ્ય સુત્રોધાર પકડાયા. નાની માછલીઓની ધરપકડ થઈ રહી છે, મોટા માથાઓ છુટી જાય છે. પેપર ફોડવાના કસુરવારો સામે કોઈ જ કાર્યવાહી નથી થતી. તેમણે તમામને જેલના સળીયા પાછળ મોકલવામાં આવે તેવી માંગણી કરી હતી. પહેલા જે લોકો પેપર ફોડતા હતા એ જ લોકો ફરી પકડાયા એટલે એ સાબિત થાય છે કે ઔપચારિકતા પૂરતી જ તપાસ થઈ રહી છે.. વારંવાર થતા પેપરલીક કાંડ મામલે SIT ની રચના કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માગ છે.
નવસારી ABVP દ્વારા કલેકટરને અપાયું આવેદન પત્ર
જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થવા બાબતે નવસારીમાં એબીવીપીએ કલેકટરને આવેદન પત્ર આપી પરીક્ષાની નવી તારીખ સાથે વિવિધ માંગોને લઈને રજૂઆત કરી હતી.