શોધખોળ કરો

સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ‘ટાઈપ સર્ટીફિકેટ’ મેળવનાર ગુજરાતની આ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી સંસ્થા

Kaushalya The Skill University: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”.

Kaushalya The Skill University: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”. આ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું ‘ટાઈપ સર્ટીફિકેટ’ મેળવનાર કૌશલ્યા-ધી સ્કિલ યુનિવર્સિટી-KSU દેશની એકમાત્ર સરકારી સંસ્થા છે. સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, તેમજ કુલ ૫૦૪ ઉમેદવારોને ડ્રોન પાયલટની તાલીમ આપી લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ડ્રોન મેન્યુફેચરીંગ એન્ડ એસેમ્બલીના કોર્ષમાં ૧૦૦૦થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે. 

 ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન આગામી સમયમાં રાજ્યની ૧૯ ITI ખાતે શરૂ કરવામાં આવશે. જે પૈકી બિલિમોરા અને માંડવી ITI ખાતે રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન-RPTOની ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAની માન્યતા મળી છે. KSU દ્વારા ‘ડ્રોન મંત્રા’નું આગવું મોડેલ વિકસાવ્યું છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ડ્રોન ઉત્પાદન અને તાલીમ માટેની લેબમાં અત્યાધુનિક મશીનરી તેમજ ટેકનોલોજીના માધ્યમ થકી ડ્રોન ઉત્પાદન તથા પ્રોગ્રામિંગની તાલીમ પૂરી પાડવામાં આવે છે.

KSU ખાતે નવી ઉભરતી ટેકનોલોજીની તાલીમ માટેની પહેલ થકી ઇન્ડસ્ટ્રી ૪.૦ની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાયબર ફિજિકલ સિસ્ટમ, ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલ, રોબોટિક્સ, આઇ.ઓ.ટી., ડેટા એનાલિટીક્સ જેવી વિવિધ અદ્યતન ટેકનોલોજીનું નિર્દેશન તથા ટૂંકા ગાળાની તાલીમ આપવામાં આવે છે. અહી ઇનોવેશન અને સંશોધન પ્રવૃત્તિને વેગ આપવા, ઉદ્યોગ સાહસિકતા તેમજ સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરવા માટે નોન પ્રોફિટ કંપની તરીકે કુશલ ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.

કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ કોમ્પ્યુટીંગ, સાયન્સ મેન્યુફેક્ચરીંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર, મેનેજમેન્ટ અને ફાઇનાન્સ, હેલ્થકેર, એગ્રી અને અન્ય સર્વિસીસ, લિબરલ આર્ટસ અને સ્કૂલ ઓફ ડ્રોન્સ જેવી ૦૬ સ્કૂલો કાર્યરત છે. જ્યાં ઉદ્યોગોની માંગ આધારિત નવી શિક્ષણ નીતિને અનુરૂપ કુલ ૧૧૦ જેટલા વિવિધ પ્રમાણપત્ર, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા, પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા, અન્ડર-ગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ અને પી.એચડી. અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ દરેક અભ્યાસક્રમ ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને ડિઝાઇન કરવામાં આવે છે તેમજ ઉભરતા ઉદ્યોગ અને નવીનતમ ટેકનોલોજીની માંગ આધારિત સતત અપડેટ્સ પણ કરવામાં આવે છે.
 
KSU દ્વારા આ અભ્યાસક્રમો આર્સેલર મિત્તલ, ગોલ્ડી સોલાર, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સ્કિલ ડેવલપમેન્ટ એકેડેમી જેવી કંપનીઓના સહયોગથી ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ક્લાઉડ કોમ્યુટિંગ ટેકનોલોજીમાં એમેઝોન વેબ સર્વિસ-AWS સાથે મળીને ડેટા સેન્ટર ટેક્નિશિયન, ક્લાઉડ કોમ્યુટિંગ ફાઉન્ડેશન જેવા કોર્ષ ચલાવવામાં આવે છે. વધુમાં સ્કિલ વર્કરની ખૂબ માંગ હોય તેવા પેરા મેડિકલ ક્ષેત્રમાં પણ KSU દ્વારા મેડિકલ લેબોરેટરી ટેક્નિશિયન, રેનલ અને ડાયાલિસિસ, ઓપરેશન થિયેટર અને એનેસ્થેસિયા ટેકનોલોજી, કેથ લેબ ટેકનોલોજી, રડીયોલોજી અને ઇમેજિંગ ટેકનોલોજી તેમજ ઇમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન જેવા કોર્સ પણ ચલાવવામાં આવે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget