Ahmedabad plane crash: ખુશ્બુ રાજ પુરોહિતનો મૃતદેહ પરિવારને સોંપાયો, પહેલી હવાઇ સફર બની ગઇ અંતિમ
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અનેક લોકોની કરૂણ કહાણીઓ સામે આવી છે. આવી જ એક કહાણી ખુશ્બુ રાજ પુરોહિતની છે, જે લગ્નના પાંચ મહિના બાદ પહેલી વખત તેમના પતિને મળવા લંડન જતી હતી તેમની પ્રથમ આ હવાઇ સફર હતી . જે આખરી બની ગઇ ..

Ahmedabad plane crash: રાજસ્થાનના બાડમેરના ખુશ્બુ રાજપુરોહિતનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. બાડમેરના અરાબા ગામની ખુશ્બુ રાજપુરોહિતના DNA મેચ થતાં આજે તેમનો મૃતદેહ તેમને સોપાયો હતો. આ સમયે પરિવારની સ્થિતિ ખૂબજ નિરાશામાં અને દુ:ખમાં હતી. ઉલ્લેખનિય છે કે, ખુશ્બુની આ પહેલી હવાઇ સફર હતી. જે અંતિમ બની ગઇ. પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. જાન્યુઆરી 2025માં ખુશ્બુના થયા બાદ તે પહેલી વખત લંડન પતિને મળવા જતી હતી. ખુશ્બુ રાજપુરોહિતને પિતા એયરપોર્ટ પર તેમને મૂકવા આવ્યાં હતા. ખુશ્બુને મૂકીને બહાર નીકળતા જ દુર્ઘટના અંગે થઈ જાણ થઇ હતી. આજે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. જો કે પરિવાર સાથે વાત કરતા પરિવારે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હજુ પણ મન માનવા તૈયાર નથી થતું કે, ખુશ્બુ નથી.
:કેન્દ્ર સરકારે 12 જૂનના રોજ થયેલા 'અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના' અંગે પહેલીવાર માહિતી શેર કરી છે. વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 278 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન 650 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી નીચે પડવાનું શરૂ થયું હતું. શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિંહાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ થયાના એક મિનિટ પછી જ મેઘાણીનગરમાં એક મેડિકલ હોસ્ટેલ સાથે અથડાયું હતું.
ઉલ્લેખનિય છે કે, 12 જૂન બપોરના સમયે 1:40 મિનિટે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું. જેમાં 242 લોકો સવાર હતા. આ પ્લેન અમદાવાદથી લંડન જઇ રહ્યું હતું. જેમાં સૌથી વધુ ગુજરાતી હતા. પ્લેન ટેક ઓફની થોડી મિનિટોમાંજ થ્રસ્ટ ન મળતાં ડાઉન થવા લાગ્યું. અને અંતે બીજે હોસ્ટેલ સાથે અથડાતા ક્રેશ થઇ ગયું આ પ્લેનમાં સવાર રમેશ વિશ્વાસ સિવાય કોઇ બચ્યું નથી. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યાં હતાં. જેનું પણ નિધન થયું છે. પ્લેનમાં સવાર તમામની શરીર બળીને ખાક થઇ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ છે. જેથી ડીએનએ કરીને પરિજનોને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. ડીએનએ પણ મેડિકલ સ્ટાફ માટે એક પડકાર રૂપ બન્યો છે. દાંતઅને હાંડકા પરથી ઓળખ થઇ રહી છે. હજુ સુધી માત્ર 19 મૃતદેહ જ પરિજનને સોંપાયા છે હજુ 19 લોકો લાપતા હોવાની ખબર છે. અમદાલાદથી લંડન જતું આ પ્લેન ક્રેશ થતાં અનેક સફરની સાથે કેટલા કહાણી સપના અને સફલ અધૂરા રહી ગયા.



















