શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં હોમગાર્ડની ચપ્પુના ઘા મારી કરી હત્યા, પૈસાની લેવડ-દેવડમાં ઝઘડો થયો
હાટેકેશ્વર વિસ્તારમાં આવેલી જોગેશ્વરી રોડ પર મોડી સાંજે પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ રવિ પટેલમાં કામ બહાર ગયા હતા. જ્યાં છપિયા સાથે પૈસાની લેવડ-દેવડમાં ઝઘડો થયો
અમદાવાદઃ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં એક હોમગાર્ડ જવાનની ચાકુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય એક LRD જવાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, અમરાઈવાડીના હાટેકેશ્વર વિસ્તારમાં આવેલી જોગેશ્વરી રોડ પર મોડી સાંજે પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ રવિ પટેલમાં કામ બહાર ગયા હતા. જ્યાં છપિયા સાથે પૈસાની લેવડ-દેવડમાં ઝઘડો થયો હતો. હાટકેશ્વર વિસ્તારમાં આવેલ જોગેશ્વરી રોડ પર મોડી સાંજે આ ઘટના બની.
હુમલાખોરે હોમગાર્ડ રવિ પટેલ અને LRD બળદેવ સિંહ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. તેમના વચ્ચે થયેલા ઝપાઝપીમાં હોમગાર્ડને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત LRD બળદેવસિંહને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના બાદ આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હત્યા બાબતે હવે પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement