શોધખોળ કરો
ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસ, ડિસ્ચાર્જ અને મોતની શું છે સ્થિતિ? જાણો વિગત
આ અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાથી કુલ 153 લોકોના મોત થયા છે. તેની સામે તેના આગલા અઠવાડિયામાં એટલે કે 13મી જૂનથી 19મી સુધીમાં ગુજરાતમાં 203 લોકોના મોત થયા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યના લોકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે 20મી જૂનથી 26મી જૂન સુધીમાં મૃત્યુઆંકમાં મોતના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. આ અઠવાડિયામાં ગુજરાતમાં કોરોનાથી કુલ 153 લોકોના મોત થયા છે. તેની સામે તેના આગલા અઠવાડિયામાં એટલે કે 13મી જૂનથી 19મી સુધીમાં ગુજરાતમાં 203 લોકોના મોત થયા હતા.
બીજા રાહતના સમાચાર એ પણ છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રીકવરી રેટ પણ વધ્યો છે. 20મી જૂનથી 26મી જૂન સુધીમાં ગુજરાતમાં 3871 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સામે 13મી જૂનથી 19મી જૂન સુધીમાં 2666 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, છેલ્લા સાત દિવસથી રાજ્યમાં 500થી વધુ લોકો દરરોજ સ્વસ્થ થઈ રહ્યા છે. ફક્ત 25મી જૂને 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સિવાય સ્વસ્થ થનારા દર્દીઓની રોજની સંખ્યા 500ની ઉપર છે.
જોકે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસો 500થી ઉપર રહેતા ચિંતા પણ વધી છે. ગુજરાતમાં 20મી જૂનથી 26મી જૂન દરમિયાન 3960 કેસો નોંધાયા છે. જ્યારે તેના આગળના સપ્તાહમાં એટલે કે, 13મી જૂનથી 19મી જૂન દરમિયાન 3636 કેસો નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement