શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના 5 ગ્રીન ઝોન જિલ્લાઓમાં શું છે સ્થિતિ? ગ્રીન ઝોનમાં રહેશે કે જશે? જાણો વિગત
ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમી દ્વારકાનો સમાવેશ થાય છે.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી 17મી મે સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન એમ ત્રણ ભાગ પાડીને લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમી દ્વારકાનો સમાવેશ થાય છે.
આ ગ્રીન જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનોના એક પણ કેસ નોંધાયો નથી. તેમજ ગુજરાતમાં એકમાત્ર જિલ્લો એવો છે, જ્યાં કોરોનાની એન્ટ્રી થઈ નથી. જો આ જિલ્લામાં કોરોનાના કેસ નહીં નોંધાય તો આ જિલ્લો ફરીથી ગ્રીન ઝોનમાં જ રહેશે.
પોરબંદર જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા, જે ત્રણેય રિકવર થઈ ગયેલા છે. તેમજ ગ્રીન ઝોનમાં સમાવેશ થયા પછી એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે આ જિલ્લામાં હવે નવા કેસ ન આવે તો આ જિલ્લો પણ ગ્રીન ઝોનમાં જ રહેવાની સંભાવના છે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં અગાઉ એક કેસ આવ્યો હતો અને રિકવર થઈ ગયો હતો. જોકે, ગઈ કાલે જિલ્લામાં ફરીથી એક કેસ સામે આવ્યો છે. વાંકાનેરના 62 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. વાંકાનેરના વૃદ્ધને ગઈકાલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃધ્ધના પેટ્રોલપંપમાં કામ કરતા ૩ લોકો, ૨ ડોક્ટર, ૨ લેબોરેટરીનો સ્ટાફ અને તેના ઘરે-વાડી કામ કરવા આવતા લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. કુલ 20 જેટલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. મોરબીમાં જો સંક્રમણ ન થાય અને કેસોમાં વૃદ્ધી ન થાય તો ગ્રીન ઝોનમાં જ રહેવાની શક્યતા છે. જો કેસોમાં વૃદ્ધિ થશે તો જિલ્લો ગ્રીન ઝોનમાંથી નીકળી પણ શકે છે.
જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો એક અઠવાડિયા પહેલા જૂનાગઢમાં કોરોનાના બે કેસો સામે આવ્યા હતા. ભેંસાણના CHC સેન્ટર ના ડોક્ટર અને પ્યુનને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. જોકે, આ બંનેના રિપોર્ટ ગઈ કાલે નેગેટિવ આવ્યા છે. ડોકટરના પત્ની તેમજ સસરાના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. જોકે, 5મી મેના રોજ મુંબઈથી આવેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ છે. આમ, જિલ્લામાં ત્રણ કેસ થયા છે, જેમાંથી બે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં 24 વર્ષના યુવાનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો આ જિલ્લામાં કોરોનાના 4 કેસો નોંધાયા છે. આ તમામ કેસ જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરાયો પછી નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લે પાંચ દિવસ પહેલા ચોથો કોરોનાનો કેસ નોંધાયો હતો. જોકે, આ પછી એક પણ કેસ નોંધાયો નથી. હવે જોવાનું રહે છે કે, આ જિલ્લો ગ્રીન ઝોનમાં રહેશે કે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion