શોધખોળ કરો

Amit Shah Holi: અમદાવાદમાં અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રમી હોળી, બોલ્યા- રામભક્તો માટે આજનો તહેવાર વિશેષ

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા, અમદાવાદ પહોંચેલા અમિત શાહે હોળી-ધૂળેટીના તહેવારને પોતાના હૉમ ટાઉનમાં જ મનાવ્યો હતો

Amit Shah Holi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા, આજે હોળીના પવિત્ર તહેવારને તેઓએ ભાજપના કાર્યાલય પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે મનાવ્યો હતો. અમિત શાહે આજે અમદાવાદમાં ધૂળેટીની શાનદાર રીતે ઉજવણી કરી હતી, તેમને તિલક હોળી રમી હતી. આ  પ્રસંગે તેમને ભગવાન રામને પણ યાદ કર્યા હતા. 

Amit Shah Holi: અમદાવાદમાં અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રમી હોળી, બોલ્યા- રામભક્તો માટે આજનો તહેવાર વિશેષ

આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા, અમદાવાદ પહોંચેલા અમિત શાહે હોળી-ધૂળેટીના તહેવારને પોતાના હૉમ ટાઉનમાં જ મનાવ્યો હતો. આજે અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હોળી રમી હતી, અન્ય કાર્યકર્તાઓ સાથે તિલક હોળી રમી હતી. હોળીની ઉજવણી દરમિયાન તેમને ભગવાન રામને યાદ કર્યા હતા. તેમને કહ્યું કે, સમગ્ર દેશ હોળીના તહેવારને ઉજવી રહ્યો છે. દેશવાસીઓને હોળીની શુભકામના. દેશ-દુનિયાના રામભક્તો માટે હોળી વિશેષ છે, 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર હોળી રમી રહ્યાં છે. 

ભાજપના કાર્યક્રમમાં કૂખ્યાત બુટલેગરનું ફૂલ આપી સન્માન અને હારતોરા

છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને ખેસ પહેરાવવાને લઇને વિવાદ વકર્યો છે. છોટાઉદેપુરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.  જે કાર્યક્રમમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા હાજર હતા. 

કૂખ્યાત બુટલેગર પીન્ટુ જયસ્વાલ ન માત્ર ભાજપના મંચ પર બેઠો પરંતુ ગોરધન ઝડફિયાએ ફૂલ આપીને સન્માન પણ કર્યું. છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળામાં બનેલી આ ઘટનાને લઈ વિવાદ છેડાયો છે.  વાત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશના કૂખ્યાત બૂટલેગર પીન્ટુ જયસ્વાલે પોતાની જમીન ભાજપને વેચી છે.  ભાજપે આ જમીન પર પોતાનું કાર્યાલય બનાવ્યું છે. ગઈકાલે છોટાઉદેપુરમાં ભાજપમાં ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બુટલેગર પીન્ટૂ જયસ્વાલ પહોંચ્યો હતો.

અહીં ગોરધન ઝડફિયાએ જમીન વેચવા બદલ પીન્ટુનો આભાર માન્યો હતો.  આ ઘટનાને લઈ કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસે કહ્યું કે, જે શખ્સ પર ગુજરાતમાં દારૂના 8 કેસ નોંધાઈ ચૂકયા છે. તેના પર પોલીસે સકંજો કસ્યા બાદ જો તે બુટલેગર પોતાની જમીન ભાજપને કાર્યાલય બનાવવા માટે વેચે તો આ ઘટના શંકા ઉપજાવે છે. જવાબમાં છોટાઉદેપુર ભાજપના પ્રભારી રમેશભાઈ ઉકાણીએ લૂલો બચાવ કર્યો કે, બુટલેગર પીન્ટુ જયસ્વાલ અજાણતા મંચ પર આવી ગયો હતો.  છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું, અજાણતા મંચ પર બુટલેગર આવી ગયો હતો. કાર્યકમ પત્યા પછી આવ્યો હતો અને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget