(Source: ECI/ABP News/ABP Majha)
Congress: ગુજરાતની આ 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો નક્કી, આવતીકાલે થઇ શકે છે જાહેરાત
કોંગ્રેસના ઉમેદવારને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, ખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી નક્કી છે
Congress Lok Sabha: કોંગ્રેસે પોતાની પ્રથમ અને બીજી યાદી જાહેર કરી દીધી છે, બીજી યાદીમાં કોંગ્રેસે દેશભરમાંથી 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં ગુજરાતના 7 નામો સામેલ હતા, ગુજરાતની સાત બેઠકો બાદ હવે ત્રીજી યાદીમાં વધુ નામોની જાહેરાત આવતીકાલે સંભવ છે. આવતીકાલે કોંગ્રેસની CEC બેઠક મળવાની છે, ત્યારબાદ નામોની જાહેરાત શક્ય છે, પરંતુ આ પહેલા ગુજરાતમાં છ બેઠકો પરના ઉમેદવારો લગભગ નક્કી થઇ ગયા હોવાનું સુત્રો તરફથી માહિતી મળી રહી છે.
ગુજરાતમાં લોકસાભાની બેઠકો માટેના ઉમેદવારોને લઇને કોંગ્રેસમાં મંથન શરૂ થયુ છે, સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે, આવતીકાલે દિલ્હીમાં મળનારી કોંગ્રેસની CECની બેઠક બાદ ગુજરાતના નામોની જાહેરાત થઇ શકે છે. હાલમાં ચર્ચા છે કે ગુજરાતમાં છ નામોની ચર્ચા છે.
કોંગ્રેસના ઉમેદવારને લઈને આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો અનુસાર, ખેડા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી નક્કી છે, છોટાઉદેપુર સુખરામ રાઠવા ઉમેદવાર તરીકે નક્કી છે, સુરેન્દ્રનગર બેઠક પર નૌશાદ સોલંકી અથવા લાલજી દેસાઈ નક્કી થઇ શકે છે. આ ઉપરાત ગાંધીનગર બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે સોનલબેન પટેલનું નામ પણ નક્કી છે. પાટણ બેઠક પર ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ નક્કી છે અને મહેસાણા બેઠક ઉપર ભરતજી ઠાકોરના નામની ચર્ચા થઇ રહી છે. દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસની CECની બેઠકમાં આ તમામ નામો પર મહોર લાગી શકે છે. ખાસ વાત છે કે, કોંગ્રેસની ત્રીજી યાદી આવતીકાલે કે તે પછી આવી શકે છે.
બીજી યાદીમાં ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
વલસાડથી અનંત પટેલ
પોરબંદરથી લલિત વસોયા
કચ્છથી-મિતેષ લાલણ
પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા
અગાઉ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી, શશિ થરૂર અને કેસી વેણુગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી.