શોધખોળ કરો
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે કઈ લક્ઝુરિયસ કારને ડિટેઈન કરી? નામ જાણીને ચોંકી જશો
અમદાવાદ પોલીસની કામગીરીને પ્રશંસા થતાં પોલીસે વધુ એક નબીરાની લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર ડિટેઈન કરી છે.

અમદાવાદ: ટ્રાફિકનાં નિયમો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જ લાગુ પડે તેવી નથી તમામ વર્ગના લોકો માટે એટલે કે અમીર વર્ગના લોકોને પણ આ નિયમો લાગુ પડે છે. અમદાવાદ પોલીસ એક બાદ એક આવા અમીર છોકરાઓને નિયમોનું ભાન કરાવી રહી છે.
ત્યારે એક દિવસ પહેલાં અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમનું પાલન ન કરતાં લાખો રૂપિયાની ફોર્ડ મસ્તાંગ કાર ડિટેઈન કરી હતી. ત્યાર બાદ અમદાવાદ પોલીસની કામગીરીને પ્રશંસા થતાં પોલીસે વધુ એક નબીરાની લક્ઝુરિયસ બીએમડબલ્યુ કાર ડિટેઈન કરી છે.
અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ અને યોગ્ય દસ્તાવેજ ન હોવાને લીધે 70 લાખ રૂપિયાથી વધુની કિંમતની એક BMW કાર ડિટેઈન કરી છે. આ માહિતી અમદાવાદીઓને ખબર પડે તેના માટે ટ્રાફિક પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કરી છે. પોલીસની ટ્વિટ બાદ અમદાવાદીઓએ આ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી છે.One more catch! Your Positive Response gives us more Strength. Vehicle caught without Number Plate and Registration Documents. 🚨 #Rules4All #AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/YGGCehvoqi
— Ahmedabad Police (@AhmedabadPolice) November 7, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement