શોધખોળ કરો

Uttarayan Festival 2023: ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી, ઊંધિયાનો સ્વાદ પણ માણ્યો

Uttarayan Festival 2023: દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉતરાયણની ઉજવણી કરી પતંગ ચગાવ્યો.

Uttarayan Festival 2023: દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉતરાયણની ઉજવણી કરી પતંગ ચગાવ્યો અને બે પતંગ કાપી પણ ખરી. વેજલપુર વિસ્તારના બળીયાદેવ મંદિર પાસે આવેલ વિનસ પાર્ક લેન્ડ એપાર્ટમેન્ટમાં અમીત શાહ પોતાના પત્ની સાથે ઉતરાણની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. 

સોસાયટીમાં ઊભા કરેલ પતંગ ફીરકીના સ્ટોરમાં ફીરકીની પૈસા આપી ખરીદી પણ કરી હતા. જે પછી બાજુમાં રહેલ શાકભાજીની લારી પરથી તેમની પત્નીએ ઊંધિયું બનાવવા માટેની સામગ્રીમાં ઉપયોગ થતી શાકભાજીની ખરીદી પણ કરી. બાદમાં પતંગ ચગાવવા માટે ટેરેસ પર પહોંચ્યા. અમિત શાહ અંદાજે અડધો કલાક જેટલો સમય ટેરેસ પર રોકાયા હતા. અમિત શાહ ટેરસ પર પહોંચતા આજુબાજુ ટેરેસ પર રહેલા લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ટેરેસ પર અમીત શાહ સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમીત શાહ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ વાતચીત કરતા જોવા મળ્યાં. બાદમાં ગૃહમંત્રીએ પતંગ ચગાવવાનો આનંદ પણ મળ્યો. 

શરૂઆતમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે તેમની ફીરકી પકડી બાદ પછીથી ગૃહમંત્રીના પત્નીએ ફીરકી પકડી. બે પતંગ ચગાવ્યા બાદ અમિત શાહનો પતંગ કપાઈ ગયો. પતંગ ચગાવ્યા બાદ સોસાયટીની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઊંધિયું પણ અમિત શાહને પીરસવામાં આવ્યું અને ઊંધિયાનો સ્વાદ માણ્યો હતો. અમિત શાહની સાથે ટેરેસ પર અમદાવાદ શહેરના ધારાસભ્ય જીતુ પટેલ સહિત નરોડાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી માયાબેન કોડનાની પણ જોવા મળ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા ભગવાન જગન્નાથના શરણે

 મકરસંક્રાંતિના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા એ પહેલાથી જ તેમણે જગન્નાથ મંદિર પ્રત્યે વિશેષ લાગણી છે. તેમને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ મંદિરે આવી દર્શન કરવા આવતા રહે છે.  આ ઉપરાંત પરિવાર સાથે ગાય માતાનું પૂજન કરે છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મંગળા આરતી પણ કરે છે. 

તો બીજી તરફ અમદાવાદ શહેરના વેજલુપરમાં અમિત શાહના સ્વાગતની તૈયારી કરવામાં આવી છે. ઢોલ નાગારા સાથે લોકોએ તૈયારી કરી છે. અમિત શાહને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત ગૃહમંત્રી ગુજરાતમાં હોવાથી ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી માટે લેવાશે નિર્ણય. સંગઠનના હોદ્દા પર રહેલી વ્યક્તિ ધારાસભ્ય બનતા ફેરફાર થશે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય બનેલા સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં લેવાશે, તમને જણાવી દઈએ કે અનેક શહેર જિલ્લાનાં પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી ચૂંટણી  લડ્યા હતા. અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget