ગુજરાત હાઈકોર્ટે માસ્કનો દંડ ઘટાડવાનો સાફ કર્યો ઇનકાર, જાણો સરકારને શું કહ્યું?
હાઈકોર્ટે કહ્યું, રાજ્યની ૫૦ ટકા જેટલી વસ્તી નું રસીકરણ થવા દો પછી દંડ ઘટાડવા માટે વિચારીશું. હાલના તબક્કે દંડ ની રકમ માં ઘટાડો કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમી ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે ગુજરાત સરકારે લોકોને માસ્કના દંડમાં રાહત આપવા માટે વિચાર કર્યો છે. માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો છે.
હાઈકોર્ટે કહ્યું, રાજ્યની ૫૦ ટકા જેટલી વસ્તી નું રસીકરણ થવા દો પછી દંડ ઘટાડવા માટે વિચારીશું. હાલના તબક્કે દંડ ની રકમ માં ઘટાડો કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે. 50 ટકા જેટલી વસ્તીનું રસીકરણ થાય ત્યારબાદ માર્ક ના પહેરવા પર ૫૦૦ રૂપિયાના દંડ બાબતે વિચારી શકાય પરંતુ હાલ નહીં, તેમ કોર્ટે જણાવ્યું હતું.
માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો હતો તેમ છતાં બીજી લહેર આવી અને ત્રીજી લહેર અપેક્ષિત છે ત્યારે સરકારે રસીકરણ પર વધુ ધ્યાન આપવું જોઈએ, તેમ કોર્ટે કહ્યું હતું.
ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84 કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 300 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2794 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 300 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,751 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 18 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, સુરતમાં 5 કેસ, વડોદરામાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ, વલસાડમાં 4 કેસ, અમરેલી 3 કેસ, આણંદ 3 કેસ, જામનગર કોર્પોરેશન 3 કેસ, જૂનાગઢ 3 કેસ, મહેસાણા 3 કેસ, નવસારી 3 કેસ, ભરુચ 2 કેસ, દેવભૂમિ દ્ધારકામાં 2 કેસ, ગીર સોમનાથ 2 કેસ, જૂનાગઢ કોર્પોરેશન 2 કેસ, સાબરકાંઠા 2 કેસ, બનાસકાંઠા 1 કેસ, જામનગર 1 કેસ, ખેડા 1 કેસ, પોરબંદર 1 કેસ અને રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2794 છે. જેમાંથી હાલ 2783 લોકો સ્ટેબલ છે. 11 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810751 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10062 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.44 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,84,791 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,59,62,782 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 300 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2794 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
