શોધખોળ કરો

ગાંધીનગરઃ સમૌ ગામે બે જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ, પોલીસે ટોળાને વિખેરવા ટિયરગેસના સેલ છોડ્યા

અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના માણસા નજીક આવેલા સમૌ ગામે દરબારો અને ચૌધરીઓ વચ્ચે જોરદાર અથડામણ થતાં ભારે તંગદિલી છવાઈ હતી. પથ્થરમારો અને દુકાનો તેમજ વાહનોને આગ ચાંપતાં ટોળાંને વિખેરવાં પોલીસને ટિયરગેસના સેલ અને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. હાલમાં પણ આ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે સમૌ ગામમાં દૂધ ભરવાની બાબતે દરબાર અને ચૌધરી સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થયા બાદ સમાધાન થઈ ગયું હતું, પરંતુ સાંજના સુમારે ગામની વચ્ચોવચ્ચ આવેલા હનુમાનજીના મંદિર પાસે બંને કોમનાં ટોળાંઓ એકઠાં થઈ ગયાં હતાં અને જોત જોતાંમાં જ આમને સામને આવી જતાં જોરદાર પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. કેટલાક તોફાનીઓએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો તેમજ દુકાનો અને વાહનોને પણ આગ ચાંપી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ પોલીસ કાફલા સાથે તાબડતોબ પહોંચી જઈ વણસી રહેલી પરિસ્થિતિને અંકુશમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો પરંતુ સ્થિતિ બેકાબૂ જણાતાં પોલીસને ટિયરગેસના સેલ અને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. તોફાનીઓએ દસેક જેટલી દુકાનો અને વાહનોને નિશાન બનાવી આગ લગાવી હતી અને આગમાં એક વ્યક્તિને ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ભારે જહેમત બાદ પરિસ્થિતિ અંકુશમાં આવી હતી. આ ગામમાં ફરી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે એસઆરપી અને ગાંધીનગરથી વધારાનો ફોર્સ બોલાવી ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget