Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, જાણો શું છે તેમનો કાર્યક્રમ?
પીએમ મોદી ફરી એક વખત આવશે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર ગુજરાત આવશે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાજ્યોની DST પરીષદની શરુઆત કરાવશે.
ગાંધીનગરઃ પીએમ મોદી ફરી એક વખત આવશે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર ગુજરાત આવશે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે રાજ્યોની DST પરીષદની શરુઆત કરાવશે. બે દિવસ તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી અને સચિવની બેઠકનુ આયોજન ભારત સરકારે કરી છે. 100 થી વધુ સ્ટાર્ટ અપ ના સીઈઓ પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા. નિતી આયોગના સભ્ય વી. કે. સારસ્વત અને કેંદ્ર સરકારના અધિકારીઓ પણ હાજર રહેશે.
PM Modi On Ganesh Chaturthi: આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે પહોંચ્યા હતા અને ભગવાન ગણેશની આરતી કરી હતી. જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi visited the residence of Union Minister Piyush Goyal & offered prayers on the occasion of #GaneshChaturthi
— ANI (@ANI) August 31, 2022
(Source: DD) pic.twitter.com/W45K0B1STg
PMએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોગીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, 'હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે.
રાષ્ટ્રપતિએ પણ અભિનંદન પાઠવ્યાઃ
તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના અવસર પર દેશના નેતાઓએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનંદન પાઠવ્યા અને નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને લખ્યું, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે શ્રી ગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાય.
ગણેશ ઉત્સાવ 9 સપ્ટેમ્બરે સમાપ્ત થશે
તમને જણાવી દઈએ કે, ગણેશ ચતુર્થીની ઉજવણી 31 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને 9 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ તહેવાર ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થશે. આ તહેવાર મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.