અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાય સાયલેન્સરનો લાખોનો દંડ વસુલવામાં આવ્યો
અમદાવાદ: શહેરમાં માત્ર 6 દિવસમાં ટ્રાફિક પોલીસે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. 6 મેથી ટ્રાફિક પોલીસે ડાર્ક ફિલ્મને મોડીફાઇ સાઇલેન્સરની ડ્રાઈવમાં અધધધ કમાણી કરી હતી.
અમદાવાદ: શહેરમાં માત્ર 6 દિવસમાં ટ્રાફિક પોલીસે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે. 6 મેથી ટ્રાફિક પોલીસે ડાર્ક ફિલ્મને મોડીફાઇ સાઇલેન્સરની ડ્રાઈવમાં અધધધ કમાણી કરી હતી. ડાર્ક ફિલ્મો સાથે વધુ દંડ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કરાયો છે જ્યાં 2,37,000 વસૂલ કરવામાં આવ્યો છે જ્યારે મોડીફાઈ સાઇલેન્સરનો દંડ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 87 હજાર રૂપિયા વસૂલાયો છે. ટ્રાફિક પોલીસે 06 મેથી 12 મે સુધીમાં શહેરમાં ડાર્ક ફિલ્મનો 8,30,500 વસુલ્યો છે. મોડીફાય સાયલેન્સરનો દંડ શહેરમાં 1,34,000 રૂપિયા વસુલાયો છે.
ગુજરાતમાં હજુ વધશે ગરમી
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. તો ગુરૂવારે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 46 ડિગ્રી સાથે ગુરૂવારે સુરેંદ્રનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર બન્યું હતુ. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 45.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
અમદાવાદમાં સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં હજુ આગામી રવિવાર સુધી ગરમીનો પારો 45 ડિગ્રીને આસપાસ રહે તેવી શક્યતા છે. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે આજે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ગુરૂવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો સુરેંદ્રનગરમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમદાવાદમાં ગરમીનો પારો 45.2 સુધઈ પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગરમાં ગરમીનો પારો 44.9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો અમરેલીમાં ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો ડિસામાં ગરમીનો પારો 43.2 ડિગ્રી પહોંચ્યો હતો.
કંડલા એયરપોર્ટ પર 42.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો ભૂજમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો વડોદરામાં ગરમીનો પારો 41.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભાવનગરમાં ગરમીનો પારો 40.7 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તો કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.