શોધખોળ કરો

Ahmedabad: નરોડામાં પુત્રને ત્રીજા માળેથી ફેંકી માતાએ પણ લગાવી મોતની છલાંગ, જાણો વિગતો

અમદાવાદમાં પોલીસકર્મીની પત્ની અને પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે.  નરોડામાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ  મોતની છલાંગ લગાવી હતી. 

અમદાવાદ : અમદાવાદમાં પોલીસકર્મીની પત્ની અને પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે.  નરોડામાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ  મોતની છલાંગ લગાવી હતી.  મૃતક મહિલાનો પતિ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડમાં  ફરજ બજાવે છે.  બાળક માનસિક અસ્થિર હતો, મહિલાની માનસિક બીમારીની દવા ચાલતી હતી.  મૃતક મહિલાનું નામ વિરાજબેન અને પુત્રનું નામ રિધમ હોવાનો ખુલાસો થયો છે. નરોડા પોલીસની ટીમ  ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.   

મોતની છલાંગ  મારી આત્મહત્યા કરી

પ્રાથમિક અહેવાલ અનુસાર,  નરોડના હંસપુરા વિસ્તારમાં વિરાજબેન વાણીયા (ઉંવ 33)એ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંકી બાદમાં તેમણે પણ મોતની છલાંગ  મારી આત્મહત્યા કરી લીધી હતી.  વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.

મીડિયા અહેવાલ અનુસાર, બાળક માનસિક રીતે અસ્થિર હતો અને વિરાજબેનની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમની દવા ચાલતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પડોશીઓ તેમજ પરિવારજનો સાથે પૂછપરછ કરી વધુ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પોલીસ ત્યાંના સીસીટીવી કેમેરા પણ ચેક કરશે.  

 અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારતા મહિલા પોલીસકર્મીનું મોત

અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. ડફનાળા સર્કલ પાસે કારની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હતું. કારની ટક્કરે મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ડાભીનું મોત થયું હતું. મહિલા પોલીસ કોન્સ્ટેબલને કચડી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. રિવરફ્રન્ટ પાસે મહિલા પોલીસકર્મી એક્ટિવા પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. નોંધનીય છે કે રિવરફ્રન્ટ ડફનાળા પાસે આ અકસ્માતની આ ઘટના બની હતી.  જેમાં એક મહિલા પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું હતું. 

ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

પૂરઝડપે આવતી કારના ચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમનું મોત થયું છે. આ મહિલા પોલીસકર્મીની નામ શારદાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી હતી. 

Ahmedabad Police: અમદાવાદ પોલીસ કમિશનરે ક્રાઈમમાં વધારો થતા 14 PIની કરી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચારBAPS Karyakar Suvarna Mahotsav : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ, PM Modi વર્ચ્યુઅલ આપશે હાજરીPushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ પહેલા જ દિવસે તોડ્યો કમાણીનો રેકોર્ડ, કરી 164 કરોડની કમાણીGujarat BJP : કયા ભાજપ નેતાની કોર્ટમાં હાજર ન રહેતા થઈ ધરપકડ? , પાટીદાર આંદોલનના નેતા જેલમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં  ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Civil War: વહેલી તકે દેશ છોડી દો, અહીં ફસાયેલા લોકો માટે ભારત સરકારે એડવાઇઝરી કરી જાહેર
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Internet: આ 3 મુસ્લીમ દેશોમાં મળે છે સૌથી ફાસ્ટ મોબાઈલ ઈન્ટરનેટ,અમેરિકા,જાપાન અને ચીનને છોડ્યા પાછળ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Bank Job: SBIમાં નોકરી કરવાની ઉત્તમ તક, આ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Pushpa 2 Worldwide Collection:'પુષ્પા 2' એ વિશ્વભરમાં કરી 400 કરોડ રુપિયાની કમાણી,તોડ્યા અનેક ફિલ્મોના રેકોર્ડ
Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો
Health: કઈ કઈ બીમારીથી પીડિત છે વિનોદ કાંબલી? જાણીને તમે પણ ચોંકી જશો
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલે ક્લીન ચિટ આપી
Embed widget