શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પે અમદાવાદના રોડ શોમાં 70 લાખ લોકો આવવાનો કર્યો હતો દાવો, જાણો કેટલા લોકો આવશે
ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયોમાં કહ્યું હતું, ‘અમદાવાદના રોડ શોમાં 70 લાખ લોકો હાજર રહેશે. મોદી અહીં આવ્યા ત્યારે હું માત્ર 50 હજાર લોકો જ ભેગા કરી શક્યો હતો.’
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. તેઓ પ્રધાનમંત્રી મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદથી પ્રવાસની શરૂઆત કરશે. ટ્રમ્પ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા સહિત ત્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધન કરશે. US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
અમદાવાદ આવ્યા બાદ મોદી અને ટ્રમ્પ રોડ શૉ કરી મોટેરા સ્ટેડિયમમાં પહોંચશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, મોદી અને ટ્રમ્પના 22 કિમી લાંબા રોડ શૉ દરમિયાન એક થી બે લાખ લોકો તેમનું સ્વાગત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયોમાં કહ્યું હતું, ‘અમદાવાદના રોડ શોમાં 70 લાખ લોકો હાજર રહેશે. મોદી અહીં આવ્યા ત્યારે હું માત્ર 50 હજાર લોકો જ ભેગા કરી શક્યો હતો.’ સ્ટેડિયમમાં અલગ-અલગ પાસ આ માટે મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. મોટેરા ખાતે નમસ્તે ટ્રપ કાર્યક્રમ માટે બે અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જે મુજબ 23 તારીખ સુધી તમામ તૈયારી માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોને અલગ અલગ પાસ આપવામાં આવ્યા છે. જ્યારે 24 તારીખ માટે અલગ પાસ આપવામાં આવ્યા છે. સ્ટેડિયમની અંદર નેટરવર્કિંગ માટે 100 થી વધારે લોકોની ટીમ તહેનાત રહેશે. દરેક પાસ પર ખાસ બારકોડ રાખવામાં આવ્યો છે. જેના આધારે જે વ્યક્તિનો પાસ હશે તેની તમામ માહિતી મળી રહેશે.Ahmedabad Municipal Commissioner Vijay Nehra on US President Donald Trump's visit: There will be roadshow that will be organised from Airport to the Mortera stadium. There is expectation that anywhere between 1-2 lakhs people will be participating in the 22-km roadshow. #Gujarat pic.twitter.com/WogUD8kfOb
— ANI (@ANI) February 20, 2020
મોટેરામાં ઉભી કરાઈ ટેમ્પરરી હોસ્પિટલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ મોટેરા સ્ટેડિયમમાં જ પચ્ચીસ બેડની ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. 53 એમ્બ્યુલન્સ સાથે 24 મેડિકલ ટીમો રોડ શોના રૂટ પર ખડેપગે રહેશે. 35 ડિગ્રી ગરમીમાં આમંત્રિતોને મુશ્કેલી વેઠવી પડશે, ઉપરાંત આઠ જિલ્લાનો મેડિકલ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં ખુલી શકે છે યુએસ એમ્બેસી ટ્રમ્પની મુલાકાત બાદ રાજ્યને મોટી ભેટ મળી શકે છે. ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર ખોલવાની જાહેરાત થઈ શકે છે. અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારતમાં US વિઝા માટે અરજી કરતા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે. હાલ ગુજરાતમાં અમેરિકન એમ્બેસી ન હોવાથી વીઝા લેવા માટે મુંબઇ, દિલ્હી કે ચેન્નાઇ જવું પડે છે. જો ગુજરાતમાં યુએસ એમ્બેસી ખુલશે તો ઘણા લોકોને લાભ થશે. INDvNZ: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ, રાજ્યમાં યુએસ એમ્બેસીની થઈ શકે છે જાહેરાત કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલGandhinagar: Gujarat Chief Minister Vijay Rupani held a high level meeting, at his residence to take stock of preparedness ahead of US President Donald Trump's visit. President Trump will be arriving in India on 24th February along with US' First Lady Melania Trump. pic.twitter.com/8U8VTjgWis
— ANI (@ANI) February 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement