શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વધુ બે જિલ્લામાં કોરોનાનો પગપેસારો, જાણો કયા કયા જિલ્લામાં નોંધાયા નવા કેસ?
ગુજરાતમાં આજે બોટાદ અને ખેડા જિલ્લામાં એક-એક કેસ આવ્યા સામે. આ સાથે 22 જિલ્લામાં કોરોનાનો પગપેસારો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના વધુ બે જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. બોટાદ શહેરમાં જિલ્લાનો પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો છે. 80 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત આજે ખેડા જિલ્લામાં પણ નવો કોરોનાનો કેસ નોંધાયો છે. આ સાથે 22 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. જોકે, હજુ સુધી 11 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.
આજે ગુજરાતમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 695 પર પહોંચી છે. આ ઉપરાંત ગુજરાતમાં બે મોત સાથે કુલ મૃત્યુઆંક 30એ પહોંચ્યા છે. આજે વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત થયું છે.જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, કચ્છ , મહેસાણા , ગીર સોમનાથ, પોરબંદર , પંચમહાલ, પાટણ , છોટાઉદેપુર , જામનગર , મોરબી , આણંદ , સાબરકાંઠા , દાહોદ , ભરુચ , બનાસકાંઠા , બોટાદ , ખેડા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion