શોધખોળ કરો
ગુજરાતમાં વધુ 3 દિવસ કડકડતી ઠંડીની આગાહી, ક્યાં સિવિયર કોલ્ડવેવની આપવામાં આવી આગાહી?
કચ્છના નલિયા સહિત કેટલાક ભાગમાં સિવિયર કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 1લી ફેબ્રુઆરીથી તાપમાનમાં અંશતઃ વધારો થશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર ઠંડીનો ચમકારો થયો છે. ત્યારે હજુ આગામી 3 દિવસ રાજ્યમાં હજી ઠંડીથી કોઈ રાહત નહીં મળે. કચ્છના નલિયા સહિત કેટલાક ભાગમાં સિવિયર કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 1લી ફેબ્રુઆરીથી તાપમાનમાં અંશતઃ વધારો થશે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. માછીમારો માટે પણ હાલ કોઈ ચેતવણી નહિ.
વધુ વાંચો





















