શોધખોળ કરો
ગુજરાત સહિત દેશના તમામ ટોલ નાકા પર 11મી સુધી 500-1000ની નોટ સ્વીકારવા આદેશ

નવી દિલ્લીઃ ગઈ કાલે રાતે 12 વાગ્યાથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરાયા પછી સમગ્ર દેશમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. લોકોને પેટ્રોલપંપ, રેલવે સ્ટેશન, એસ.ટી. બસ અને ટોલનાકા પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં પણ આ ચલણી નોટો બંધ થતાં ટોલનાકા પર ભારે પરેશાની ઊભી થઈ હતી. જેને કારણે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ 11મી નવેમ્બર સુધી ગુજરાત સહિત દેશના તમામ ટોલનાકા પર 500 અને 1000ની નોટ સ્વીકારવા નિર્ણય કર્યો છે. જેને કારણે હવે 11મી નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000ની નોટો આપી શકાશે.
વધુ વાંચો





















