શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આતંકી હુમલાની દહેશતને પગલે અમદાવાદના શોપિંગ મોલની સુરક્ષા વધારવા આદેશ અપાયા
અમદાવાદ શેહર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરે તમામ શોપિંગ મોલની સુરક્ષા વધારવા આદેશ આપી દીધા છે.
અમદાવાદ: શહેરમાં આતંકી હુમલાની દહેશતના પગલે અમદાવાદ પોલીસ કમિશનરે તમામ શોપિંગ મોલની સુરક્ષા વધારવા આદેશ આપી દીધા છે. મહારાષ્ટ્રમાં પોલીસના વાહનો ઉપર એલ.ઈ.ડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ સાયબર મીડિયા પ્લેટફોર્મ ઉપર ચેનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવા સંગઠનો દ્વારા શાંતિ ડહોળવાનો ધમકી ભર્યો ઈ-મેલ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળ્યો હોવાથી અમદાવાદમાં એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શેહર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પોલીસ વાહન પર એલ.ઈ.ડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ટેલીગ્રામ ચેનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવા સંગઠનો દ્વારા આંતરિક શાંતિને ડહોળવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળ્યો છે.
જેથી અમદાવાદ શહેર વસ્તીની દ્રષ્ટિએ મોટું અને આર્થિક રીતે મહત્વનું શહેર હોવાથી શહેરમાં ઈન્ટરનેશલ અને નેશનલ અલગ અલગ બ્રાન્ડના શોપિંગ મોલ આવેલા છે. શોપિંગ મોલ પ્રવેશતા તમામ વાહનો ઉંડાણપૂર્વક ચેકિંગ કરવું અને મોલમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓના સામાન-હેન્ડ બેગ વિગેરે બેહેજ સ્કેનર મશીનોનો ઉપયોગ કરવો તેમજ વાહનનું પણ ચેકિંગ કરવું.
આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસને એલર્ટ રહેવા આદેશો પણ આપવામાં આવ્યાં છે. આ જાહેરનામું તા 31 માર્ચ સુધી અમલી રહેશે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓને પણ એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion