શોધખોળ કરો

કોરોના મુદ્દે અમદાવાદ માટે માઠા સમાચારઃ કેમ વધી અમદાવાદીઓની ચિંતા?

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના લોકો માટે કોરોનાના લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવતા સુરતમાં કોરોનાની સ્થિતિ વકરી હતી અને સુરત એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન થઈ ગયું હતું. જોકે, સુરતમાં સ્થિતિ કાબૂમાં આવવા લાગતાં અમદાવાદમાં ફરીથી સૌથી વધુ એક્ટિવ કેસો થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો 3 હજારને પાર થઈ ગયા છે. જે અગાઉ 3 હજારની અંદર જતા રહ્યા હતા. કોરોનાના નવા કેસો તો વધી રહ્યા નથી, પરંતુ અમદાવાદમાં જે રીતે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હતા, તેનું પ્રમાણ ઘટતા કોરોનાના એક્ટિવ કેસો વધવા લાગ્યા છે. બીજી તરફ સુરતમાં ગઈ કાલે એક સાથે 589 લોકોએ કોરોનાને મ્હાત આપતાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેના આગલા દિવસે પણ સુરતમાં 549 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે રાજકોટ કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 5-5, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન 3, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1,મહેસાણા 1, વડોદરા 1, અન્ય રાજય 1 મળીને કુલ 25 લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશનમં 58, પંચમહાલમાં 47, સુરતમાં 44, અમરેલીમાં 35, રાજકોટમાં 35, ગીર સોમનાથમાં 32, ભરૂચમાં 28, કચ્છમાં 25 કેસ નોંધાયા હતા. કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં ગઈ કાલે કુલ 1311 દર્દી સાજા થયા હતા અને 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,222 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,86,610 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1622 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?
Embed widget