શોધખોળ કરો
કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદ માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણો વિગત
સતત બીજા દિવસે અમદાવાદમાં એક્ટિવ કેસ 3000ની નીચે રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર એ છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું છે. તેમજ કેસોની સંખ્યા વધી નથી રહી. બીજી તરફ નવા કેસોની સામે રિકવરી રેટ પણ સારો છે. ત્યારે સતત બીજા દિવસે અમદાવાદમાં એક્ટિવ કેસ 3000ની નીચે રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નવા આવેલા કેસો સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨,૯૪૬એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 4 મોત પૈકી એક મોત સોલા સિવિલ હોસ્પિટલમાં તો બાકી 3 મોત ખાનગી હોસ્પિટલમાં થયા છે. અમદાવાદના 140 નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 25,220 થયા છે. અમદાવાદમાં મોતનો કુલ આંકડો 1556 પર પહોંચ્યો છે. ઝોન એક્ટિવ કેસ મધ્ય 287 ઉત્તર 385 દ.પશ્વિમ 445 પશ્ચિમ 507 ઉ.પશ્ચિમ 494 પૂર્વ 398 દક્ષિણ 430
વધુ વાંચો





















